Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

કેનેડાએ પણ ઈઝરાયેલને મળતી સૈન્ય સહાય બંધ કરી દીધી

વિદેશ બાબતોના મંત્રી મેલાની જાેલીએ ‘ટોરોન્ટો સ્ટાર’ સાથે વાત કરતા કહ્યું કે, કેનેડા સરકાર ભવિષ્યમાં ઈઝરાયેલને આપવામાં આવતી સૈન્ય મદદ બંધ કરશે.

ઈઝરાયેલ,તા.૨૦
ગાઝામાં નાગરિકોને નિશાન બનાવીને ઈઝરાયેલના હુમલાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. યુદ્ધની શરૂઆતથી જ ઘણા દેશો ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. જેમ જેમ યુદ્ધ આગળ વધી રહ્યું છે તેમ ગાઝામાં માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની રહી છે.

ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી પર યુએનમાં પસાર કરાયેલા ઠરાવને અમેરિકા વીટો કરી રહ્યું છે. પરંતુ હવે અમેરિકાનો સૂર પણ બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હવે ઈઝરાયેલના વધુ એક સાથી વિશે સમાચાર આવ્યા છે કે, તે સૈન્ય મદદ બંધ કરશે. આ દેશ ઈઝરાયેલ, કેનેડાને ઝટકો આપવાની તૈયારી કરી રહ્યો છે. કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં ઈઝરાયેલને શસ્ત્રો મોકલવા અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વિદેશ બાબતોના મંત્રી મેલાની જાેલીએ ‘ટોરોન્ટો સ્ટાર’ સાથે વાત કરતા કહ્યું કે, કેનેડા સરકાર ભવિષ્યમાં ઈઝરાયેલને આપવામાં આવતી સૈન્ય મદદ બંધ કરશે. આ દરખાસ્ત ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવી હતી, અને પાર્ટીએ ગાઝામાં નાગરિકોની સુરક્ષા માટે કેનેડાની સરકાર પર્યાપ્ત પગલાં ન લેવા પર નિરાશા વ્યક્ત કરી છે. જાેકે, આ પ્રસ્તાવ છતાં પેલેસ્ટાઈન-ઈઝરાયેલને લઈને કેનેડાના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.

કેનેડા કહે છે કે, ઈઝરાયેલ સાથે વાટાઘાટો કર્યા પછી જ પેલેસ્ટાઈનને રાજ્યનો દરજ્જાે મળવો જાેઈએ. કેનેડાની સરકારે કહ્યું છે કે, તેઓએ હાલ માટે ઇઝરાયેલમાં લશ્કરી નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ તેઓ પરિસ્થિતિના આધારે તેનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે, કેનેડાના રાષ્ટ્રપતિ ટ્રુડો ઈઝરાયેલના ‘સ્વ-રક્ષણ’ માટે ગાઝામાં હુમલાની વકાલત કરી રહ્યા છે. કેનેડામાં હાજર પેલેસ્ટાઈન તરફી સંગઠનોએ આ પ્રસ્તાવને નબળો ગણાવ્યો છે. જાે કે, સંગઠનોએ એમ પણ કહ્યું કે, “આ દરખાસ્ત ગાઝામાં ઇઝરાયેલના નરસંહારમાં કેનેડિયન ભાગીદારીને સમાપ્ત કરવાની દિશામાં એક નાનું પગલું છે.” મતદાન બાદ ઈઝરાયેલ અને યહૂદી લોબીએ આ પ્રસ્તાવને ‘ગેરમાર્ગે અને ખોટો’ ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા સરકારનું આ પગલું ગઝાના લોકોને હમાસના આતંકથી મુક્તિ મેળવવાના માર્ગમાં અવરોધો ઉભી કરશે.

 

(જી.એન.એસ)