Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુજરાતમાં કાર્ગો મોટર્સ દ્વારા અદ્યતન ટેકનોલોજી વાળી BYD ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા)

આ લોન્ચિંગના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા 

અમદાવાદ,તા.૦૪

આજના સમયમાં જ્યારે ટેકનોલોજીના વધતા પ્રમાણ સાથે જ નવી નવી ડિઝાઇન સાથે ગાડીઓ બજારમાં આવી રહી છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ BYD કાર્સ પોતાના આધુનિક ટેકનોલોજી વાળી સૌપ્રથમ ઇ.વી ગાડી લઈને બજારમાં આવી ગયા છે.

ઇલેક્ટ્રોનિક ગાડીઓ હવે આજના જમાનામાં ખૂબ જ પ્રચલિત થઈ રહી છે અને પેટ્રોલ ડીઝલ કરતા ઘણી સસ્તી અને આકર્ષક બની રહી છે.

અમદાવાદના કાર્ગો મોટર્સ ડીલર શો રૂમ ખાતે હાલમાં જ ગુજરાતની પહેલી BYD ઇલેક્ટ્રિક ગાડીનું લોન્ચિંગ થયું જેને પ્રથમ દિવસે જ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

અમદાવાદના રેખા તિવારીને તેમના જન્મ દિવસે પુત્ર પ્રિન્સ દ્વારા આ ગાડીની ભેટ મળી હતી અને ગુજરાતની પહેલી BYD ગાડી તેમના નામે થઈ હતી.

આ લોન્ચિંગના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને ગીતમાં અભિનય કરનાર જાણીતી અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતની સૌપ્રથમ BYD ગાડી ખરીદી કરનાર રેખા તિવારી અને તેમના પરિવારને અભિનંદન આપ્યા હતા સાથે જ શૉ રૂમના સ્ટાફને પણ અભિનંદન આપ્યા હતા.

ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં આ ગાડી અલગ જ ઇતિહાસ રચશે તેવું જાણકારોનું માનવું છે.