(અબરાર એહમદ અલ્વી)
2021નો વર્ષ આપણી વચ્ચેથી વિદાય લઇ રહ્યો છે. 2021માં એકન્દરે તમામ લોકોએ કોરોનાની બીજી લેહરને કારણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોરોના સીવાય પણ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કુદરતી આફતોના કારણે લોકોને જીવ ગુમાવાવનો વારો આવ્યો છે.
આવો નજર કરીએ વર્ષ 2021માં આવેલી કુદરતી આફતો અંગેના વિશેષ એહવાલ પર
વર્ષ 2021માં ભારતે અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે ત્યારે 28 એપ્રીલ 2021માં આસામ સહિત પૂર્વોત્તરમા ભૂકંપના આંચકા અનુભવાયા હતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા આસામ સહિત પૂર્વોત્તરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદૂ આસામના સોનિતપુરમાં નોંધાયું હતુ. ભૂકંપના આંચકા કેટલીક મિનિટ સુધી અનુભવાયા હતા. ભૂકંપનો પ્રભાવ અસમ સહિત ઉત્તર બંગાળમાં પણ મહેસૂસ થયો હતો. ગુવાહાટીમાં અનેક જગ્યાએ ભૂકંપના કારણે વીજળી ગુલ થઈ ગઇ હતી કે ભૂકંપના સતત બે આંચકા લોકોને મહેસૂસ થયા હતા. પહેલો આંચકો 7:51 વાગે મહેસૂસ થયો હતો જ્યારે થોડીવારમાં બીજા બે આંચકા મહેસૂસ થયા હતા ભૂકંપની તિવ્રતા વધારે હોવાને કારણે લોકોના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
“આતો વાત થઇ આસામમાં આવેલા ભૂંકપની હવે આગળ વાત કરીશું ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે સર્જાયેલી તરાજીની”. ઉત્તરાખંડના દેવપ્રયાગમાં વાદળ ફાટવાના કારણે આવેલા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો આ ઘટનાને પગલે મ્યુનિસિપલ બહુહેતુક ભવન અને આઈટીઆઈ મકાન તૂટી પડ્યા હતા. આ સાથે જ પાણી સાથે આવેલા કાટમાળમાં 8 દુકાનો પણ ડૂબી ગઈ હતી. જો કે, કોવિડ કર્ફ્યુને કારણે કોઇ જાનહાનિ થઈ નહોંતી. કાટમાળને કારણે ભાગીરથી નદીનું જળસ્તર વધી ગયું હતું વાદળ ફાટવાની ઘટનાને પગલે શાંતા નદીમાં આવેલ પૂરને લીધે શાંતિ બજારમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. આઈટીઆઈની ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. જ્યારે શાંતા નદીના કાંઠે આવેલી દસથી વધુ દુકાનોને નુકસાન થયું હતું. દેવપ્રયાગ નગરથી બસ સ્ટેન્ડ તરફનો રસ્તો અને પુલીપુરી સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. કાટમાળમાં દટાયેલા કોઈને કારણે પરિસ્થિતિ હજી સાફ થઈ નથી. કોરોના કર્ફ્યુને કારણે આઈટીઆઈ સહિતની દુકાનો બંધ રહેવાથી જનજીવન અને સંપત્તિનું મોટું નુકસાન બચી ગયું હતું. ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ગ્લેશીયર તુટવાની ઘટનાએ તરાજી સર્જી હતી અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ અચાનક આવેલા પૂરના કારણે અનેક મજૂરો ફસાયા હતા. 70 કરતા પણ વધુ લોકોને આ આપદામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાને કારણે ભૂસ્ખલન થયું અને ઘૌલીગંગા, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં જળસ્તર વધી ગયું હતું, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી ત્યાં એનટીપીસીની બે પરિયોજનાઓ- તપોવન-વિષ્ણુગઢ પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને પણ ગલેશીયર તુટવાને કારણે મોટું નુકસાન થયું હતું. આ પરિયોજનાથી સાથે જોડાયેલી સુરંગમાં પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં મજૂરો ફસાઈ ગયા છે. પાણીના રસ્તે આવનારાં ઘણાં ઘરો પર વહેણમાં તણાઈ ગયા હતા અને અનેક લોકો પાણીના પ્રવાહમાં વહી ગયા હતા આ ઘટનામાં 71થી પણ વધુ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. વીઓગ્લેશિયર તૂટી પડતા ઉત્તરાખંડમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.
“આ તો વાત થઇ ઉત્તરાખંડમાં મેઘ તાંડવ અને વરસાદે સર્જેલા વિનાશની આગળ વાત કરીશુ કેરળમાં વરસાદે સર્જેલી તારાજીની.” કેરળમાં પડેલા વરસાદે પણ લોકો માટે મુસીબત સાબિત થયો હતો. કેરળમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદે હાહાકાર મચાવ્યો હતો . મૂશળધાર વરસાદના કારણે 20થી વધુ લોકોના મોત થયા હતા. વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. વરસાદની સૌથી વધુ અસર કુટ્ટીક્કલ કોટ્ટયમ ઈડુક્કી અને કોક્કયરમાં થઈ હતી. વરસાદથી થયેલા ભૂસ્ખલનને કારણે લોકોના જીવન ગયા હતા .કેરળમાં પડેલા વરસાદના કારણે લોકોના જીવ ગયા હતા સાથે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયો હતો અને લોકોની ઘર વખરી પાણીમાં તણાતા અનેક લોકો ઘર વિહોણા બન્યા હતા આ વરસાદે મોટા પ્રમાણમાં વિનાશ સર્જયો હતો એનડીઆરેફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં પણ વરસાદે ભારે તરાજી સર્જી હતી ભારે વરસાદના પગલે માયાનગરી મુંબઈ જળનગરી બની ગઈ હતી. ભારે વરસાદના પગલે 18 જૂલાઇ 2021માં ચમ્બૂર અને વિખરોલીમાં રવિવારે સવારે ભૂસ્ખલન થયું હતું અને દીવાલ ધસી પડતાં દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો દટાયા હતા 16 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા અને વરસાદે સર્જેલી તરાજીમાં અનેક લોકો બે ઘર બન્યાં હતા પાંચ જેટલા ઘર ધરાશાયી થયા હતા. PMO મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ પણ મુંબઈ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મુશળધાર વરસાદને કારણે મુંબઇ ‘પાણી-પાણી’ થઈ ગયું હતું. શહેરના ગાંધી માર્કેટમાં રસ્તામાં પાણી ભરાવાના કારણે ચાલતી બસના ટાયરો પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત વરસાદે ભારતીય રેલ્વેની સેવાઓ પર પણ તેની ભારે અસર થઇ હતી. મુંબઈનો સાયન રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. કેટલાક કલાકોના વરસાદ પછી રેલ્વે સ્ટેશનના ટ્રેક પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. આમ દર વર્ષે ભારે વરસાદના કારણે ઉદભવતી સમસ્યાઓથી મુંબઇવાસીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વરસાદ મુંબઇ વાસીઓ માટે આફત બનીને વરસ્યો હતો .
“કુદરતી આફતોમાં હવે વાત કરીશુ ગુજરાતમાં 1998 બાદ વર્ષો પછી આવેલા અને ગુજરાતમાં સૌથીવધુ તારાજી સર્જનાર વાવાઝોડા તૌકતેની”
ગુજરાત સહિતના બીજા રાજ્યોમાં તબાહી સર્જનાર તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટક્યું હતું ગુજરાત સહિતના બીજા રાજ્યોમાં તબાહી સર્જનાર તૌકતે વાવાઝોડાના કારણે કોરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. દીવ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં અસર વધારે જોવા મળી હતી ઉપરાંત બીજી તરફ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે પવનો અને વરસાદ નોંધાયો હતો રાજ્યમાં તૌકતેના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતાં. ગુજરાતામં હજારો એકર ખેતી તોફાન અને ભારે વરસાદના કારણે બરબાદ થઈ હતી. વાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પણ તૈકતે વાવાઝોડાથી પ્રભાવીત થયેલા અને નુકસાન થયેલા વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ અને વાવાઝોડામાં જીવ ગુમાવનારા લોકોને બે લાખ રુપિયાની સહાય આપવાની અને ઘાયલોને 50000ની સહાયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પણ તૈકતેથી થયેલા નુકસાન અંગે 500 કરોડ રુપિયા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.
રાજ્યમાં કુદરતી આફતોના કારણે થયેલા નુકસાન પર નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં 482 લોકો કુદરતી હોનારત સામે જીવ ગુમાવી ચૂક્યા છે. આ પૈકી 215 વ્યક્તિએ તો માત્ર છેલ્લા એક વર્ષમાં જ કુદરતી હોનારત સામે જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં દેશના જે રાજ્યમાંથી સૌથી વધુ લોકોના કુદરતી હોનારતમાં મૃત્યુ થયા હોય તેમાં પશ્ચિમ બંગાળ 354 સાથે મોખરે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. કુદરતી હોનારતથી ગુજરાતમાં 1.490 લાખ હેક્ટર વિસ્તારના પાકને નુકસાન થઇ ચૂક્યું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાયુ, તાઉતે જેવા વાવાઝોડા સહિત અતિ ભારે વરસાદ જેવી કુદરતી હોનારત જેવી આપતિઓ આવી ચૂકી છે. જેમાં ગુજરાતમાં 2018-19માં 72, 2019-20માં 195 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ વર્ષે મે મહિનામાં આવેલા તાઉતે વાવાઝોડામાં જ ગુજરાતમાંથી 45થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ પ્રકારની હોનારતમાં સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) સંકટમોચકની ભૂમિકા ભજવતી હોય છે. જેમાં ગુજરાતને ફાળવાયેલો હિસ્સો રૂપિયા 1412 કરોડ છે. આ પૈકી કેન્દ્રનો હિસ્સો રૂપિયા 1059.20 કરોડ અને રાજ્યનો હિસ્સો રૂપિયા 352.80 કરોડ છે. હાલની સિૃથતિએ તેમાંથી રૂપિયા 529.60 કરોડ નો પ્રથમ હપ્તો ફાળવી દેવામાં આવ્યો છે.
સમગ્ર દેશની વાત કરવામાં આવે તો 2018થી 2021માં કુદરતી હોનારતથી કુલ 6811 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં 2018-19માં 2400, 2019-20માં 2422 અને 2020-21માં 1989નો સમાવેશ થાય છે. 2020-21માં સૌથી વધુ વ્યક્તિના કુદરતી હોનારતમાં મૃત્યુ થયા હોય તેમાં મધ્ય પ્રદેશ 212 સાથે ચોથા, આસામ 149 સાથે પાંચમાં, કેરળ 128 સાથે છઠ્ઠા અને કર્ણાટક 104 સાથે સાતમાં સ્થાને છે. કુદરતી હોનારતથી અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે તો તેનાથી કૃષિને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડયો છે. રાજ્યમાં એક વર્ષમાં 1.490 લાખ હેક્ટર વિસ્તાર પાકને નુકસાન થયું છે, જે દેશમાં સૌથી વધુ છે. ગુજરાત બાદ કેરળ બીજા, મહારાષ્ટ્ર ત્રીજા અને ઉત્તર પ્રદેશ ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાં કુલ જ્યાં કૃષિ પાકને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં ગુજરાતમાં જ પ્રમાણ અડધાથી વધુ છે.