Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૬ :- “હઝરત શાહ વજીહુદ્દીન અલવી હૈદર અલી શાની” (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

અમદાવાદના  ખાનપુરમાં આવેલો તેમનો મદ્રસો ખુબ જ પ્રચલીત હતો સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ આપની પાસે ભણવા માટે આવતા હતા.

“હઝરત વજીહુદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ) દ્વારા લખાયેલી પુસ્તકો આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી (અમદાવાદ), કુતુબખાના આસીફીય્યહ (હૈદરાબાદ), લખનઉ, રામપૂર, ઈન્ડીયા ઓફિસ લંડનમાં મોજૂદ છે.

“હઝરત વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ) “હઝરત ગોસ ગ્વાલીયરી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મુરીદ બન્યા હતા.

અમદાવાદને ઓલીયાઓનો શહેર કહેવામાં આવે છે કારણ કે, અમદાવાદમાં ઘણા ઓલીયાઓ આરામ ફરમાવી રહ્યા છે અને ઇતિહાસ ગવાહી આપે છે કે, અમદાવાદની સ્થાપના પણ ચાર એહમદ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોની જુદી-જુદી કરામતો છે અને આજે પણ લોકો તેમના દર પરથી તેમની સમસ્યાઓનું નિવારણ મેળવી રહ્યા છે.

“હઝરત શાહ વજીહુદ્દીન અલવી ઉર્ફે હૈદર અલી શાની” (રેહ્મતુલ્લાહ અલૈહ) ગુજરાતના ઉચ્ચ કોટીના બુજુર્ગ અને આલીમે દીન છે.  આપના પિતાનું નામ હઝરત નસુરૂલ્લાહ અલવી (રેહ્મતુલ્લાહ અલૈહ) છે. આજે પણ લોકો હઝરત “શાહ વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના દર પરથી ફૈઝ મેળવી રહ્યાં છે.  આપના દર પર બોલવામાં તકલીફ અનુભવતા લોકોને તેમની સમસ્યાનો ઉકેલ મળે છે.  લોકો આપના દરના પગથિયાં પરથી શક્કર (ખાંડ) ચાટે છે અને બોલતા થઇ જાય છે. આજે પણ બધા ધર્મના લોકો આપના દર પર આ અકીદત સાથે આવે છે અને શીફા પાવે છે.

આપનો જન્મ ઇસવીસન ૧૫૦૦માં (રર/મોહર્રમ/૯૧૦ હિજરી સન)માં ચાંપાનેર ખાતે થયો હતો. આપના પૂર્વજો પહેલા યમનમાં પછી મક્કા ગયા હતા અને પછી તેમના દાદા ચાંપાનેર આવીને વસ્યા હતા. “હઝરત શાહ વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના પિતા મુઝઝફર શાહ બીજાના સમયમાં અમદાવાદ આવ્યાં હતા.  “હઝરત શાહ વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)એ અમદાવાદમાં પ્રાથમિક તાલીમ કાકા સૈયદ શમ્સુદ્દીન અને મામા સૈયદ અબૂલ કાસિમ દ્વારા મેળવી હતી અને ૧પ વર્ષની ઉમરે અલ્લામહ સખાવીના શિષ્ય મુહમ્મદ બિન અહમદ માલિકી અને અન્ય ઉલમા પાસેથી હદીસ વિદ્યાનું શિક્ષણ મેળવ્યુ. ત્યાર પછી અન્ય વિદ્યાઓ તર્કશાસ્ત્ર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કર્યો અને ર૪ વર્ષની ઉમરે ધાર્મિક શિક્ષણ મેળવવાનું પૂર્ણ કરીને શિક્ષણ આપવાનું શરુ કર્યું.

અમદાવાદના  ખાનપુરમાં આવેલો તેમનો મદ્રસો ખુબ જ પ્રચલીત હતો સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ આપની પાસે ભણવા માટે આવતા હતા. ૬૪ વર્ષ સુધી ત્યાં શિક્ષણ આપ્યું. તેમના સમયમાં અમદાવાદ મુસ્લિમ ધાર્મિક શિક્ષણનું મોટું કેન્દ્ર બની ગયું. તેમના પછી ર૩૮ વર્ષ સુધી આ મદ્રેસા ચાલુ રહ્યું. આ મદ્રેસાનું પુસ્તકાલય અમદાવાદમાં સૌથી મોટું ગણાતું હતું. “હઝરત શાહ વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના પિતા કાઝી ઉલ કઝાતાના હોદ્દા પર હતા. “હઝરત વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ) “હઝરત ગોસ ગ્વાલીયરી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના મુરીદ બન્યા હતા. “હઝરત વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની પાસે “હઝરત ખીઝર એલેહસલામ” પણ આવતા હતા.  જ્યારે “હઝરત ખીઝર” આવતા તો આપ તમામ લોકોને રવાના કરીને એક બંધ રૂમમાં વાતચીત કરતા હતા.

એકવાર “હઝરત ખીઝર”ના ત્યાંથી ગયા પછી કોઇએ “હઝરત વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ને પુછયું હઝરત આપ દર્સ (જ્ઞાન) લો છો કે, આપો છો..? તો આપે ફરમાવ્યું કે, અમે એહલે “રસુલલ્લાહ” (સલલ્લાહો અલયહી વઆલેહી વસલ્લમ)ની ઔલાદ છે. અમને “રસુલલ્લાહ”  (સલલ્લાહો અલયહી વઆલેહી વસલ્લમ) સિવાય કોઇની પાસેથી લેવાની જરૂર નથી. આના પરથી જ આપનો મકામ સમજી શકાય છે.

“હઝરત વજીહુદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ) દ્વારા લખાયેલી પુસ્તકો આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી અમદાવાદ, કુતુબખાના આસીફીય્યહ હૈદરાબાદ, લખનઉ, રામપૂર, ઈન્ડીયા ઓફિસ લંડનમાં મોજૂદ છે. અમુક કિતાબો જેવી કે, શહર્ નુખ્બહ વગેરે આજે પણ છપાય છે અને વિદ્વાનોમાં પ્રચલિત છે. આપનો મઝાર ખાનપુરમાં આવેલો છે આપના ખાનદાનમાં અનેક પ્રચલીત લેખકો થઇ ગયા જેમાં વલી ગુજરાતી, વારીસ અલવી, મોહમ્મદ અલવી અને મઝહર ઉલ હકક અલવી ઉર્દુ ભાષાના પ્રખ્યાત લેખક હતા. આજે તેઓ દુનીયામાં નથી પરંતુ તેમની પ્રચલીતતા ઓછી થઇ નથી.

“હઝરત વજીહુદ્દીન અલવી” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો મઝાર અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલો છે. જહાંગીરના સમયના અગિયારમાં સુબા સય્યદ મુર્તુઝા ખાન દ્વારા આપનો મઝાર બાંધવામાં આવ્યો હતો.

નામ અને વંશ :- શાહ સાહેબનું સાચું નામ સૈયદ અહમદ છે પરંતુ વિશ્વ તેમને વજીહુદ્દીન તરીકે ઓળખે છે.

વંશનો ક્રમ :- વજીહુદ્દીન અહમદ બિન કાઝી નસરુલ્લાહ બિન કાઝી સૈયદ ‘ઈમાદુદ્દીન બિન કાઝી સૈયદ’ અતાઉદ્દીન બિન કાઝી સૈયદ મુઈનુદ્દીન બિન સૈયદ બહાઉદ્દીન બિન સૈયદ કબીરુદ્દીન. એ જ રીતે આપનો વંશ ઇમામ મોહમ્મદ તકી સુધી પહોંચે છે.

શાહ સાહેબનો જન્મ 22 મોહરમ 910ના રોજ ચાંપનેર ખાતે થયું હતું. તેમની જન્મ તારીખ ‘શેખ’ શબ્દ પરથી લેવામાં આવી છે, તેઓ લગભગ સાત-આઠ વર્ષ સુધી ચાંપાનેરમાં રહ્યા હતા. 917 હિજરીમાં સુલતાન મહમૂદ બેગડાના મૃત્યુ પછી, સુલતાન મુઝફ્ફર હલીમ ગાદી પર બેઠા હતા, જેઓ કાઝી નસરુલ્લાને અમદાવાદ લાવ્યા હતા. સાત વર્ષની ઉંમરે, “હઝરત શાહ વજીહોદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ)એ પવિત્ર કુરાન કંઠસ્થ કરી લીધું અને આઠમાં વર્ષમાં તેમણે વિદ્વાનોની સામે તાજવીદ સાથે પવિત્ર કુરાનનું પઠન કર્યું. તે પછી, તેઓ ‘ઉલૂમ-એ-મુતાદવિલા’માં વ્યસ્ત થઈ ગયા, અને તેમના કાકા સૈયદ શમસુદ્દીન સાહેબ પાસેથી પ્રારંભિક પુસ્તકો વાંચ્યા અને પછી 14-15 વર્ષની વયે તેમના મામા સૈયદ અબુલ-કાસિમ સાહેબ પાસેથી હદીસના પાઠ લીધા. મોહમ્મદ મુલ્કી પાસેથી હદીસ સંભળાવી અને છેલ્લે મુહદ્દીસ અબુલ-બરકત બમ્બાની અબ્બાસીને હદીસ સંભળાવી. 934 હિજરીમાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે દર્શ-ઓ-તદરીસ તરફ ધ્યાન આપ્યું. તે સમયે તેમની ઉંમર ચોવીસ અથવા પચીસ વર્ષની હતી.

ખુદ સલ્તનત પણ આપની સહી વિના કોઈપણ હુકમ અંગેનો આદેશ જારી કરતા ન હતા અને હુકમો પર આપની સહી અનિવાર્ય હતી. જ્યારે ‘ઉલમા-એ-વક્ત’, સૈયદ મોહમ્મદ ગૌસ ગ્વાલિયરીના સંબંધી, જેમના શેખ ‘અલી મુત્તકી હતા, તેમણે નિંદા અને હત્યા પર ફતવો લખ્યો અને બા-તૌર-એ-મહાઝર-નામાના સુલતાન મહમૂદ સલીસ સમક્ષ રજૂ કર્યો. પ્રથમ સુલતાન મૌસુફે પૂછ્યું કે, શા માટે તેના પર શાહ વજીહુદ્દીનની સહી નથી. ગર્ઝ સુલતાન વજુરાના જવાબથી સંતુષ્ટ ન થયો અને પોતે “હઝરત શાહ વજીહોદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની સેવામાં હાજર થઈને તેણે શરાફ-એ-કદમ-બોસી હાંસલ કરી અને જવાબથી સંતુષ્ટ થઈને તેણે મહઝર-નામાને રદ કર્યો અને સૈયદ મૌસુફને નિર્દોષ છોડી દીધા.

“હઝરત શાહ વજીહોદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ) ખૂબ જ દયાળુ સ્વભાવના હતા. આપ એક જગ્યાથી પસાર થઈ રહયા હતા ત્યારે આપે જોયું કે, એક કેદીને કતલ માટે લઈ જવામાં આવી રહ્યો છે. તેણે આપને રિહાઈ (છોડાવા) માટે અરજ કરી સ્થિતિ જોઈને આપે લોકોને તપાસ માટે મોકલ્યા. એવું બહાર આવ્યું કે, આ વ્યક્તિ ખરેખર નિર્દોષ હતો અને અસલી ગુનેગાર કોઈ અન્ય હતો. આપે તરત જ તે સમયના રાજાને ભલામણ કરી અને રાજાએ તરત જ તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો કે, આ વ્યક્તિ નિર્દોષ છે. તેને છોડવો જોઈએ, બાદશાહ એ કહ્યું જો તમે ગુનેગારની ભલામણ કરી હોત તો પણ હું તેને છોડી દેત. આપનો ફૈઝ આજે પણ જારી છે અને કાયમ જારી રેહશે..!