અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી
અમદાવાદ,તા.૩૧
સામાન્ય લોકોમાં ભય ઊભો કરી, છરી બતાવી લુંટ કરતી ટોળકીની ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ શહેરની અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અને આ અનડીટેકટ ગુનો ગણતરીનાં કલાકોમાં ડીટેક્ટ કરી ચાર આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી હતી અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
(જી.એન.એસ)