Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સારા સમાચાર, આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ

ગુજરાત રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોએ થોડો રાહતનો દમ લીધો છે.

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા છે. વરસાદ નહીં થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. તેમજ વરસાદ ન પડવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. તેવામાં હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *