ન્યૂટ્રીશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા ક્રિશ્નાસ્વામીએ જણાવ્યુ હતુ કે, “બદામ તહેવારો અને ખાસ પ્રસંગોએ અર્થપૂર્મ અને પવિત્ર ભેટ મનાય છે
(RAVI NAMHA)
Ahmedabad, March 2024
હોળી એ ગતિશીલ કલર્સ સાથે ઉજવવામાં આવતો ઉલ્લાસપૂર્ણ તહેવાર છે, જે એક સાથે હોવાની ભાવનાનું પ્રતીક છે કેમ કે, આ સમયે પરિવારો અને મિત્રો એક આનંદપૂર્ણ મેળાવડામાં એકઠા થાય છે. તહેવારના આ પ્રસંગ દરમિયાન ભેટોની આપલે અને પ્રિય વ્યક્તિની સાથે સ્વાદિષ્ટ ભોજનની લહેજત માણતા હોય છે જે એક આનંદપૂર્ણ પરંપરા છે. આમ છતાં તહેવારોની વચ્ચે બિનઆરોગ્યપ્રદ નાસ્તા અને ખોરાકની આરોગ્ય પર લાંબા ગાળાની સંભવિત અસરને ઓળખી કાઢતા વધુ પડતો ખાવા સામે ચેતવણી રાખવી જાેઇએ. તેથી હોળીની ઉજવણી કરતી વખતે દિમાગને સતર્ક રાખવું અત્યંત આવશ્યક બની જાય છે. આ સમયે તમારા ખોરાકમાં મુઠ્ઠીભર બદામનો સમાવેશ સ્વાદમાં વધારો કરે છે તેમજ કેટલાક આરોગ્ય ફાયદાઓ પણ પૂરા પાડે છે, જે સંતુલીત અને આનંદદાયક ઉજવણીની ખાતરી આપે છે.
બદામ ૧૫ આવશ્યક પોષણો જેમ કે, વિટામીન ઈ, પ્રોટીન, રિબોફ્લેવીન અને જસતનો સ્ત્રોત છે જે આરોગ્ય લાભો પૂરા પાડવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે, જેમાં હૃદયના આરોગ્ય, વજન જાળવવુ અને બ્લડ સુગર સ્તરો જાળવવામાં મદદનો પણ સમાવેશ થાય છે. આ પાવરહાઉસ નટ્સને હોળીની ઉજવણીમાં સામેલ કરવાથી તહેવારોને ઉત્તેજિત કરી શકાય છે. ચાહે તેને ભેટ તરીકે રજૂ કરવામાં આવે, પરંપરાગત વાનગીઓમાં સમાવિષ્ટ કરવામાં આવે અથવા નાસ્તા તરીકે માણવામાં આવે, બદામ સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક છે. તેની સ્વાદિષ્ટતા અને સંતોષકારક ક્રંચ વિવિધ હોળીની મીઠા ગુજિયાથી લઈને સ્વાદિષ્ટ બદામ ચાટ સુધીની વાનગીઓના સ્વાદમાં વધારો કરે છે. તદુપરાંત, બદામ ભેટમાં આપવી એ સ્વાસ્થ્ય અને સુખની શુભકામનાઓ વ્યક્ત કરે છે. હોળીના તહેવારોમાં બદામને અપનાવીને, દરેક વ્યક્તિ તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને પ્રસંગનો આનંદ વધારી શકે છે.
હોળીની ઉજવણી પર પોતાના વિચારો શેર કરતા બોલિવુડની અભિનેત્રી સોહા અલી ખાન જણાવે છે કે, “દરેકની જેમ, હું પણ મારી પ્રિય વ્યક્તિ સાથે હોળીની ઉજવણીનો આનંદ માણુ છું. મને ઘરે હોળીની પાર્ટીઓનું આયોજન કરવું ગમે છે, જ્યાં પરિવારો તહેવારોની સ્વાદિષ્ટ વાનગીઓમાં સામેલ થવા માટે ભેગા થાય છે. પરંપરા મુજબ, હું હંમેશા મારા પરિવાર માટે તૂટી જાય તેવી બદામ તૈયાર કરું છું, જે સ્વાદ અને પોષણનું આહલાદક મિશ્રણ છે. આ ડેઝર્ટ માત્ર તહેવારના આપણા આનંદમાં વધારો કરે છે એટલુ જ નહી, ખાંડવાળી વસ્તુઓનો વધુ સારો વિકલ્પ પૂરો પાડીને આરોગ્યને પ્રોત્સાહન આપે છે.”
હોળી દરમિયાન ત્વચાની તંદુરસ્તીને કેવી રીતે જાળવવી તે વિશે બોલતા સ્કીન નિષ્ણાત અને કોસ્મેટોલોજિસ્ટ ડૉ. ગીતીકા મિત્તલ ગુપ્તાએ જણાવ્યું હતુ કે,“હોળી દરમિયાન અગમચેતી રાખવી અગત્યની છે કેમ કે, ગતિશીલ કલર્સ ત્વચાને નુકસાન કરે તેવી સંભાવનાઓ હોય છે. બનાવટી ડાયઝનો તહેવારમાં ઉપયોગ થતો હોય છે જેમાં ઘણી વખત તીવ્ર કેમિકલ્સનો સમાવેશ કરાયો હોય જે સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોમાં ચળ, સૂકાપણુ અને એલર્જીક રિયેક્શનમાં પરિણમે છે. મારી સલાહ એ છે કે, પ્રાકૃતિક તેલને દૂર કર્યા વિના રંગના નિશાન અને પરસેવો દૂર કરવા માટે હળવા, હાઇડ્રેટિંગ ક્લીંઝરથી ઉજવણી પછી ત્વચાને નરમાશથી સાફ કરો. વધુમાં, હું હાઇડ્રેશન સ્તરને પુનઃસ્થાપિત કરવા અને ત્વચાના ઉપચારને પ્રોત્સાહન આપવા માટે ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવા અને પુષ્કળ પાણી પીવાની ભલામણ કરું છું. વધુમાં, હું ખોરાકમાં મુઠ્ઠીભર બદામનો સમાવેશ કરવાનું સૂચન કરું છું, કારણ કે તેમાં વિટામિન ઈ, કોપર, ઝીંક અને પોલિફીનોલ્સ જેવા પોષક તત્વો છે જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં યોગદાન આપી શકે છે.”
ન્યૂટ્રીશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા ક્રિશ્નાસ્વામીએ જણાવ્યુ હતુ કે, “બદામ તહેવારો અને ખાસ પ્રસંગોએ અર્થપૂર્મ અને પવિત્ર ભેટ મનાય છે, જે પોતાની પ્રિય વ્યક્તિને ભેટ આપનારની સંભાળ અને ચિંતા અંગેની સંવેદનાઓનો સમાવેશ કરે છે. ફક્ત બદામ વિચારપૂર્ણ ઇશારો એટલું જ નહી, તે પોષણયુક્ત પાવરહાઉસ પણ છે, જેમાં આવશ્યક પોષણો જે કે પ્રોટીન, ફાયબર અને તંદુરસ્ત ચરબીનો સમાવેશ તેમને કોઇ પણ ખોરાક માટે મૂલ્યવાન ઉમેરણ બનાવે છે. બદામના નિયમિત સેવનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, કારણ કે, તે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અને હૃદય રોગના જાેખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં, બદામમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજાે હોય છે, જે એકંદર સુખાકારીમાં ફાળો આપે છે અને તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે.”
ફિટનેસ નિષ્ણાત અને સેલિબ્રિટી માસ્ટર ઇન્સ્ટ્રક્ટર યાસ્મી કરાંચીવાલાએ જણાવ્યું હતુ કે, “હોળી જેવા તહેવાર દરમિયાન, કે જેમાં શારીરિક પ્રવૃત્તિ સામાજીકરણને કારણે ઘટી જાય છે ત્યારે બદામ કાર્ડીયોવાસ્ક્યુલર આરોગ્ય અને એકંદરે સુખાકારી જાળવવામાં એક મૂલ્યવાન ઉમેરણ બની શકે છે. આ બદામ તૃપ્તિ પ્રદાન કરે છે અને ઓછા સ્વાસ્થ્યપ્રદ વિકલ્પોની તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બદામ વિશેની શ્રેષ્ઠ બાબતોમાંની એક તેનું પોર્ટેબિલિટી પરિબળ છે, જે તેમને વ્યસ્ત સમયપત્રક અને આઉટડોર પ્રવૃત્તિઓ માટે યોગ્ય બનાવે છે. એકંદરે, હોળીની ઉજવણીમાં બદામનો સમાવેશ કરવો સરળ છે – તેનો સ્વાદ સાથે સમાધાન કર્યા વિના પૌષ્ટિક પ્રોત્સાહન માટે તેઓ જાતે જ માણી શકાય છે અથવા મીઠાઈઓ, સલાડ અથવા દહીંની ડીશમાં ઉમેરી શકાય છે. તેથી, અન્ય વસ્તુઓની સાથે સાથે તમારા શરીરને બદામથી પોષણ આપતી વખતે હોળીના ઉત્સવની ભાવનાને સ્વીકારો.”