Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

અજય દેવગનની એન.વાય સિનેમા ખાતે “કારખાનું” ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો

(રીઝવાન આંબલીયા)

Smart Gujrati Film Premiere “કારખાનું” 

અજય દેવગનની એન.વાય સિનેમા ખાતે “કારખાનું” ફિલ્મનો સ્માર્ટ પ્રીમિયર શો યોજાઈ ગયો. વરસતા વરસાદમાં પણ દરેક મહેમાનો હાજર રહ્યા હતા, સ્માર્ટ સિનેમાની સ્માર્ટ રજૂઆત અને સ્માર્ટ મહેમાનોની હાજરીમાં સ્માર્ટ પસંદગી ની ફિલ્મ જેમની ટેગ લાઈન છે, “સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ”….

આ એક કીમીયો તમામ એન્ગલથી કામ કરી ગયો, અને એ સાબિત કરી બતાવ્યું કે, સ્માર્ટ હિરોઈન, હીરો, વિલન હાઈ-ફાઈ લોકેશન, જોરદાર VFX ઇફેક્ટ વગર પણ સ્માર્ટ ફિલ્મ બની શકે છે. વન ટેક ફિલ્મ શુ કહેવાય અને એને એડીટીંગ સાથે રજુ કરે છે.. આ રીતે પહેલી સ્માર્ટ ગુજરાતી ફિલ્મની શરૂઆત થઈ ચૂકી છે, પ્રેક્ષકો પણ આવા નવા નવા વિષયને આવકારે છે.

વાત કરીએ થોડી ફિલ્મ વિશે…

એક ભૂતિયા “કારખાનું” જેવી પૌરાણિક વાર્તાને સ્માર્ટ રીતે રજૂ કરી છે. ફિલ્મમાં કાળી ચૌદસની રાત્રે ત્રણ સુથાર કારખાનાનું કામ પૂરું કરવા કારખાનામાં પ્રવેશ કરે છે, અને કારખાનાના સમારકામ દરમિયાન ભૂતનો અહેસાસ થાય છે. હવે ખરેખર આ ભૂત હતું કે, ફેક્ટરી પચાવી પાડવાનું કામ હતું, અને વેચાણ ન થાય તેનું કાવતરૂ હતુ. એવા ઘણા બધા સવાલોના જવાબ આ ફિલ્મમાં જોવા મળશે.

અગાઉ ઘણી બધી વખત અલગ અલગ એંગલથી આ કીમિયાની રજૂઆત કરી હતી, પણ ગુજરાતી ફિલ્મમાં આટલી સરસ ટ્રીટમેન્ટ સાથે પહેલીવાર થયું છે. કાજલ ઓઝા વૈધ મેમનો એક બહુ સરસ કિરદાર છે, અને એમના રોલમાં પરફેક્ટ શૂટ થાય તેવી પસંદગી પણ છે. અર્ચન ત્રિવેદી તો હિટ હોય જ અનુભવી કલાકાર છે, એમના વિશે કંઈ પણ લખવામાં આપણી કલમ હંમેશા નાની જ પડે. થોડી વાત કરીએ મકરંદભાઈ વિશે તેઓ પણ એમના રોલમાં ખૂબ જામે છે. બાકી દરેક કલાકારોના ભાગે આવેલું વર્ક જબરજસ્ત રીતે પરફેક્ટ કરેલ છે. સૌથી સ્પેશિયલ અભિનંદન પ્રોડ્યુસરને જેમણે આ ટાઈપની ફિલ્મ બનાવવાની હિંમત કરી. બીજા નંબરે આવે ડિરેક્શન કે, જેમણે આવી ફિલ્મ બનાવવાની હિંમત પણ કરી અને પ્રોડ્યુસરને રાજી પણ કર્યા. ત્રીજા નંબરે આવે તમામ કલાકારો ટેકનિકલ ટીમ સાથે કે. જેઓએ આ કારખાનાને સ્માર્ટ કારખાના તરીકે રજૂ કરવામાં બધી રીતે સક્સેસ મેળવવામાં કામયાબ રહ્યા.

બુક માય શોમાં પહેલેથી જ ટિકિટ બુક કરીને ફુલ ફેમિલી સાથે આજે જ જોઈ આવો, બજારમાં ક્યારેક નવો સ્વાદ આવે તો જલદીથી ટેસ્ટ કરવો જોઈએ… જેમ કે, પહેલા સાઉથ ઇન્ડિયન, પંજાબી, હમણાં આજકાલ એક નવું નામ ચાલે છે, સ્માર્ટ લોકો થાઇ ફુડ ખાવાનું પસંદ કરે છે, તો ફિલ્મ વિશે પણ હવે સ્માર્ટ બનો તો આવા પ્રકારની નવી નવી ફિલ્મો આપણી ભાષામાં જોવાની તક હંમેશા મળશે…ફરીથી એકવાર તમામ ટીમને ખુબ ખુબ અભિનંદન….

ફિલ્મ રીવ્યુ જયેશ વોરા
Special thanks to Tihai Talk ટીમ જેમણા પ્રીમિયરની જવાબદારી સફળતાપૂર્વક બહાર પાડી Abhilash Ghoda