Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

ચોમાસામાં આ નાનકડી ભૂલ ACમાં લાવશે પ્રોબ્લમ..? જાણો

વરસાદની મોસમ દરમિયાન, તમારે તમારું એર કંડિશનર ૨૬ ડિગ્રીથી ૨૮ ડિગ્રી વચ્ચે ચલાવવું જોઈએ.

તા.૦૭
ચોમાસાના આગમન અને ભારે વરસાદના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી છે. જો કે, પંખા, કુલર અને એર કંડિશનર હજુ પણ જરૂરી છે. પહેલા આકરી ગરમી અને હવે વરસાદના કારણે વધતા ભેજથી લોકો પરેશાન છે. જો તમારા ઘરમાં એરકન્ડીશન છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે.

અમે તમને ચોમાસાની ઋતુમાં ACના ટેમ્પરેચર સાથે જોડાયેલી એક મોટી માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ઉનાળાની ઋતુમાં, ઠંડી હવા માટે અને રૂમને ઝડપથી ઠંડુ કરવા માટે આપણે ACને જુદા જુદા ટેમ્પરેચરે ચલાવીએ છીએ. પરંતુ, વરસાદની મોસમમાં આપણે ACના ટેમ્પરેચરમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. આ સિઝનમાં આપણે હોટ ટિપ્સ ફોલો કરી શકતા નથી.

હકીકતમાં, મે-જૂન મહિનામાં મોટાભાગના લોકો ૨૦ કે, તેથી ઓછા ટેમ્પરેચરે AC ચલાવે છે. અમે તમને પહેલા કહ્યું હતું કે, AC માટે સારૂ ટેમ્પરેચર ૨૪ ડિગ્રી હોય છે અને તેને આ ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ. પરંતુ, આ ઉનાળાની ઋતુ માટે હતું. ચોમાસામાં એટલે કે, વરસાદની ઋતુમાં તમારે ACનું ટેમ્પરેચર પણ બદલવાની જરૂર પડે છે. વરસાદની મોસમ દરમિયાન, તમારે તમારું એર કંડિશનર ૨૬ ડિગ્રીથી ૨૮ ડિગ્રી વચ્ચે ચલાવવું જોઈએ. જો તમે આ ટેમ્પરેચરમાં AC ચલાવશો તો તમારા રૂમમાં ઠંડક રહેશે અને રૂમમાં ભેજ નહીં રહે.

ઘણીવાર એવું જોવા મળે છે કે, રૂમ ઠંડો થયા પછી એર કંડિશનર રિમોટ વડે જ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ તમારે આવી ભૂલ ન કરવી જોઈએ. વરસાદની મોસમમાં લાઈટ અનેક વાર આવે અને જાય છે. એટલું જ નહીં, આ સિઝનમાં લાઈટની વધઘટ પણ વધુ હોય છે. જો તમે સ્વીચ બોર્ડ પરથી AC ચાલુ રાખો છો, તો પાવરની વધઘટ તમારા ACને નુકસાન પહોંચાડી શકે છે.

 

(જી.એન.એસ)