AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની કરી માંગ
(અબરાર એહમદ અલ્વિ)
અમદાવાદ,
AIMIM અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની માંગ કરી છે. 21/10/2021ના રોજ અચાનક સરસપુર પોલીસે બીબી ફાતિમા (ર.અ) મસ્જિદમાં સર્ચ કર્યું, જેના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
પોલીસે આ કેસમાં નીલ રિપોર્ટ ભરી દીધો છે, જોકે ખરેખર આ કેસમાં ફેક કોલ હતો, તો પોલીસે બનાવટી કોલ કરનાર સામે એફઆઈઆર નોંધવી જોઈતી હતી પરંતુ પોલીસે એફઆઈઆર નોંધી ન હતી. જોકે આ બાબતની માહિતી AIMIMને મળી તો AIMIMના અધ્યક્ષ સાબીર કાબલી વાલાના આદેશ પર, શમશાદ પઠાણે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક FIR નોંધવામાં આવે. આ કેસમાં, AIMIM અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ વતી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણે પોતે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.