પેરેન્ટ્સ-ટીચર મિટિંગમાં વાલીએ બુરખો પહેરીને હાજર રહેવાનો પ્રયાસ કર્યો હતો જેથી સ્કુલના સિક્યોરિટી ગાર્ડે, બુરખો હટાવીને ચહેરો બતાવવા અન્યથા શાળામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહેતા વિવાદ સર્જાયો
અમદાવાદ,તા. ૩૧
શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં બુરખો પહેરીને પ્રવેશ કરી રહેલા વાલીને રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે. લીટલબર્ડ સ્કૂલમાં બે વર્ષથી બાળક ભણી રહ્યો છે પરંતુ પહેલીવાર વાલીએ બુરખો પહેરીને પેરેન્ટ્સ-ટીચર મિટિંગમાં હાજર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્કુલના સિક્યોરિટી ગાર્ડે, બુરખો હટાવીને ચહેરો બતાવવા અન્યથા શાળામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહેતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો હતો.
વાલીનું કહેવું છે કે, મહિલા સિક્યોરિટી બુરખો હટાવીને ચહેરો બતાવવાનું કહે તે સ્વાભાવિક છે. આ વિવાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઈસનપુરની લીટલબર્ડ સ્કૂલને નોટીસ ફટકારવામાં આવી છે.
(જી.એન.એસ)