(રીઝવાન આંબલીયા)
માધવ મોશન પિક્ચર કૃત ‘મુરાદ’ શોર્ટ ફિલ્મ અન્ય ઘણા દેશ-પરદેશના ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂકી છે. હાલમાં યુટ્યુબ ખાતે જોઈ શકાય છે.
અમદાવાદ,તા.૮
અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) ૮મી જુને હોટલ પ્રાઈડ પ્લાઝામાં યોજાયો હતો જેમાં શોર્ટ ફિલ્મ ‘મુરાદ’ માટે જોલી રાઠોડને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મની વાર્તા મુખ્યત્વે સ્ત્રી અને પુરુષના રોજિંદા જીવનમાં વર્ષોથી સોંપવામાં આવેલા કામોને અલગ દ્રષ્ટિકોણથી પ્રદર્શિત કરી દર્શકોના મનમાં એની યોગ્યતા ઉપર સવાલ ઉભો કરે છે. જે કાબીલે તારીફ છે. તેમજ બેસ્ટ એક્ટર તથા બેસ્ટ ડિરેક્ટર માટે નોમિનેશન એવોર્ડ સર્ટિફિકેટ ભાવિન પરમાર તથા મૌલિન પરમાર અને હેત્વી પારેખને મળ્યા હતા.
તદઉપરાંત, માધવ મોશન પિક્ચર કૃત ગુજરાતી ફિલ્મ ‘બાગડ બિલ્લા’નું પણ આ ફિલ્મ ફેસ્ટિવલ હેઠળ સિલેક્શન થયું હતું. જે પૈકી મૌલિન પરમાર અને ભાવિન માંડવિયા ને બેસ્ટ રાઇટર તથા પ્રજ્વલ-પરમ-વૃશાંક (એહમોન)ને બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે નોમિનેશન અવોર્ડ પ્રાપ્ત થયો હતો.