Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : જમાલપુરમાં “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના ઉપક્રમે ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા. ૨૮/૭/૨૦૨૪ 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર “એબીસી ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ મુન્નાભાઈ, ડોક્ટર સમીના જાગડુ, શીતલ એ. શાહ એમ.ડી ડોક્ટર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના જમાલપુર છીપાવાડ વિસ્તારમાં આવેલ પાંચ પીપળી ખાતે “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગરીબ અને સામાન્ય વર્ગના લોકોએ લાભ લીધો હતો.

જમાલપુરમાં જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમા “A.B.C ટ્રસ્ટ”ના પ્રમુખ જી.એ શેખ (મુન્નાભાઈ)ના જાણાવ્યા અનુસાર આ મેગા મેડિકલ કેમ્પમાં કુલ ૨૨ જેટલા ડોક્ટરોએ ભાગ લીધો હતો. જેમાં એમ.ડી, ઓર્થોપેડીક સર્જન, એમ.ડી પિડીયાટ્રીકસ, ફીઝીશિયન, કાન,નાક,ગળા (ENT) એમ.ડી ગાયેનેક સ્ત્રી રોગના નિષ્ણાત, એમ.એસ, આંખના સર્જન, જનરલ સર્જન, માનસિક રોગના નિષ્ણાત, ગેસ્ટ્રોલોજીસ્ટ, ચામડીના રોગોના નિષ્ણાંત, દાંત મોઢા અને ઝળબાના નિષ્ણાંત ડોકટરોએ ભાગ લીધો હતો.

સેવાભાવી ડોક્ટરોમાં ડૉ. તનવીર સિદ્દીકી, ડૉ. જુનેદ શેખ, ડૉ. ઓવેસ વિરાણી, ડૉ. સાર્થક દવે, ડૉ. સમીર પટેલ, ડૉ. આદિલ શેખ, ડૉ. સોનુ વડાલી વાલા, ડૉ. શકીલ વડાલી વાલા, ડૉ. સાહિસ્તા વડાલી વાલા, ડૉ. શાહીન હોકાબાજ, ડૉ. મોઇન ખાન, ડૉ. રાશીદ વોહરા સાથે જુદા જુદા નિષ્ણાંત ડોક્ટરો ગરીબ અને સામાન્ય માણસોને સેવા આપવા માટે હાજર રહ્યા હતા.

આ મેગા મેડિકલ કેમ્પમાં આંખના નંબર ચેક કરીને ₹ ૫૦માં ચશ્મા બનાવી આપવામાં આવતા હતા. ફ્રીમાં લોહીના કાઉન્ટ અને બ્લડ ગ્રુપ ટેસ્ટ, લેબોરેટરી તપાસ, T.S.H થાઇરોઇડ, સુગર ફ્રી કરવામાં આવ્યું હતું, ૩૫૦ રૂપિયામાં બોડી ચેકઅપ  જેવી પણ સુવિધાઓ મૂકવામાં આવી હતી જેનો ઘણા દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલા, તસ્લીમ બાવા કોર્પોરેટર, હાજી બાવા કોર્પોરેટર, હવેલી પોલીસ સ્ટેશનના પી.આઈ, રશીદ ભાઈ, શેખ પપ્પૂ ભાઈ, જફર ભાઈ અજમેરી, શોકત મલેક અને સાબીર કાબલીવાલા હાજર રહ્યા હતા. આ ઉપરાંત પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા. જમાલપુર વિસ્તારની જનતા પણ ભારે માત્રામાં લાભ લેવા ઉમટી હતી.

આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન સફળતા પૂર્વક કરવા બદલ “A.B.C ટ્રસ્ટ”ના પ્રમુખ મૂન્નાભાઈ શેખ અને “ગ્રીન લાઇન લેબ”ને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓ આવા સમાજલક્ષી કાર્યો આગળ પણ કરતા રહે તેવી શુભકામના આપવામાં આવી હતી.

“ગ્રીન લાઇન લેબોરેટરી” દ્વારા “A.B.C ટ્રસ્ટ”ના પ્રમુખ મુન્નાભાઈ શેખને સરાહનીય કામગીરી કરવા બદલ શાલ ઓઢાડી ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,  ટૂંક સમયમાં “એબીસી ટ્રસ્ટ” દ્વારા અમદાવાદ શહેરની નજીક આવેલા ગામડાઓમાં પણ આવી જ રીતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું “એબીસી ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ મુન્નાભાઈએ જણાવ્યું હતું.