આઝાદીના દિવસ નિમિત્તે યોજાયેલ આ મફત મેડિકલ કેમ્પની સૌથી અનોખી વાત આ રહી હતી કે આ કેમ્પમા 6થી 7 જૂદી જૂદી સારવાર પધ્ધતીઓના નિષ્ણાતં ડોકટરો, વૈધો, હકીમો, અને થેરાપિશ્ટએ એક જ કેમ્પમા સેવા આપી હોય એવુ ભાગ્યે જ કોઇ મેડિકલ કેમ્પમા બનતુ હોય છે.
આ મફત મેડિકલ કેમ્પમા બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેમા આશરે 100 જેટલા માણસોએ બ્લડ ડોનેટ કર્યુ હતું.
અમદાવાદ,તા.15
તા.15મી ઓગષ્ટ એ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયેલ છે. ત્યારે દેશ ભરમા “આઝાદી કા અમ્રૂત મહોત્સવ” ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવવામા આવ્યુ હતુ. જ્યારે અમદાવાદ ના રાયખળ સ્થિત “ABC ટ્રસ્ટ” અને “મદીના ખિદમત ટ્રસ્ટ” દ્વારા એક અનોખી રીતે આઝાદીની ઉજવણી કરવામા આવી હતી. આ બન્ને ટ્રસ્ટ એ સાથે મળીને ઝન્ડો ફરકાવવા ની સાથે સાથે એક ભવ્ય મફત મેડિકલ કેમ્પનુ આયોજન કર્યું હતુ. આ કેમ્પમા આશરે 1000થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમા અમદાવાદના નિષ્ણાંત એલોપેથીના એમ.બી.બી.એસ, એમ.ડી, એમ.એસ સ્પેશિયાલિષ્ટ, સુપર સ્પેશ્યાલિષ્ટ તેમજ આયૂર્વેદ, યૂનાની, તથા હોમિયોપેથીના પણ નિષ્ણાતં હકીમો અને વૈધોએ પણ સેવા આપી હતી. જેમા તમામ ડોક્ટરોએ આશરે 1000થી પણ વધારે દર્દીઓને મફત દવાઓ આપવામા આવી હતી. સાથે લોહીની તપાસ મફત કરવામા આવી હતી, આ કેમ્પમા આખંના દર્દીઓને ચશ્મા પણ મફત આપવામા આવ્યા હતા.
આ મફત મેડિકલ કેમ્પમા બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા આશરે 100 જેટલા માણસોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ.
આઝાદીના દિવસ નિમિત્તે યોજાયેલ આ મફત મેડિકલ કેમ્પની સૌથી અનોખી વાત આ રહી હતી કે આ કેમ્પમા 6થી 7 જૂદી જૂદી સારવાર પધ્ધતીઓના નિષ્ણાતં ડોકટરો, વૈધો, હકીમો, અને થેરાપિશ્ટએ એક જ કેમ્પમા સેવા આપી હોય એવુ ભાગ્યે જ કોઇ મેડિકલ કેમ્પમા બનતુ હોય છે. આ સરાહનીય કામગીરી “ABC ટ્રસ્ટ” સંચાલક ડો. જી.એ. શેખ (મુન્નાભાઈ)ની સહાયતાથી અને “મદીના ખિદમત ટ્સ્ટ”ના સહયોગથી આ કામ સરળતાથી શક્ય બન્યુ હતું અને આ સફળ આયોજન કરવા બદલ “ABC ટ્રસ્ટ” સંચાલક ડો. જી.એ. શેખ (મુન્નાભાઈ)ને “મદીના ખિદમત ટ્સ્ટ” દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.
અંતે “ABC ટ્રસ્ટ” અને “મદીના ખિદમત ટ્રસ્ટ”ના આગેવાનો તથા ડો. જી.એ. શેખ દ્વારા કેમ્પમા સેવા આપનાર તમામ ડોક્ટરોનુ તથા આવનાર ખાસ મેહમાનો જેમાં પૂર્વ કોર્પોરેટર શાહનવાઝભાઈ શેખ અને નિશાર શેખ સાહેબનો ખુબ ખુબ આભાર માન્યો હતો.