Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ભાવનગરના મેક્સસ સિનેમા ખાતે “યા દેવી સર્વભૂતેષુ”ના શૉમાં કલાકારોએ હાજરી આપી

(રીઝવાન આંબલીયા)

મહિલા સશક્તિકરણના ધારદાર વિષય સાથેની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરનાર કવિષા સંઘવીની આ પ્રથમ ફિલ્મ છે

ભાવનગર,તા.૦૪

આજના યુવાવર્ગથી માંડી દરેક ઉંમરના ગુજરાતીઓ આપણી પોતાની ભાષા ગુજરાતી ફિલ્મોના પ્રભાવમાં આવી રહ્યા છે અને લોકો વધુમાં વધુ ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ “યા દેવી સર્વભૂતેષુ”ના કલાકારોએ આજે કલનાગરી ભાવનગરની મુલાકાત કરી હતી.

ભાવનગરના મેક્સસ સિનેમા ખાતે આ ફિલ્મનો એક હાઉસફુલ શૉ યોજાયો હતો જેમાં કલાકારોની હાજરીને કારણે દર્શકો ખુશ થયા હતા અને આ ફિલ્મની સરાહના કરી હતી.

મહિલા સશક્તિકરણના ધારદાર વિષય સાથેની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરનાર કવિષા સંઘવીની આ પ્રથમ ફિલ્મ છે અને જેમાં તેણે દેવિકાનો કિરદાર નિભાવ્યો છે. અન્ય કલાકારોમાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મના જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી, શિલ્પા ઠાકર અને કિન્નલ નાયક પણ મહત્વના કિરદાર નિભાવી રહ્યા છે.

ફિલ્મના દિગ્દર્શક અમિત રમેશ રુઘાની દ્વારા જ આ ફિલ્મની વાર્તા પણ લખવામાં આવી છે જ્યારે આ વિષયને પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં નિર્માતા આરવ પટેલ અને પ્રિન્સ પટેલનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે.

નવા કલાકારોને પ્રોત્સાહન આપી ગુજરાતી મનોરંજન જગતમાં કંઈક નવું કરવાના પ્રયાસોને નિર્માતા આરવ પટેલ અને પ્રિન્સ પટેલએ આ ફિલ્મ દ્વારા પ્રેક્ષકોને નવા વિષય સાથે મહિલાઓને પ્રધાન્ય મળી રહે તેવી કોશિશ કરી છે.

કલનાગરી ભાવનગરના પ્રેક્ષકોને પણ આ કલાકારોએ તેમની ગુજરાતી ફિલ્મ “યા દેવી સર્વભૂતેષુ” જોવા અપીલ કરી હતી અને ભાવનગરનો આભાર માન્યો હતો.