અમદાવાદ,તા.૧૧
“સફીર” ન્યુઝ ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વ્હાલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા અને શીખ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને તમારી કલમ સડસડાટ ચાલે. માતા પિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ…
બોર્ડની પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવા જેવા ખાસ મુદ્દા
*તમારો વિશ્વાસ દ્રઢ રાખો.
*પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.
*કાંડા ઘડિયાળ અચૂક લઈ જાઓ.
*પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
* હોલ ટિકિટની ઝેરોક્ષ કઢાવી રાખો.
* પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે, ડિજિટલ ઘડિયાળ અન્ય સાહિત્ય સાથે ન રાખો.
* ઉત્તરવહી નીચે મૂકવા માટે પેડ સાથે રાખો.
* કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો… બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.
* ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો/માહિતી ધ્યાન આપી ભરાશો.
* ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો.
* હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો.
* ખંડ નિરીક્ષક સાહેબની તમામ સુચનાઓનો અમલ કરશો.
* કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાળા હોય તો સારું રહેશે.
* ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાથી પ્રશ્નોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.
* પરીક્ષાનું પેપર પૂરું થાય કે, તરત જ ઘરે પહોંચવું… પપ્પા-મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.
* જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.
* યાદ રાખો… આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
બધા જ વિદ્યાર્થીઓ કામયાબ થાય તે માટે ખૂબ ખૂબ દિલથી દુઆ કરીએ છીએ…
…..BEST OF LUCK…..
(અહમદાબાદ છીપા એક્શન કમિટી)