Abrar Alavi
સમગ્ર દેશ એક જુટ થઇને કોરોના સામે લડી રહ્યો છે આવા કપરા કાળમાં દવાઓ, ઈન્જેક્શન હોસ્પિટલમાં જગા નથી આવા કપરા કાળમાં લોકો પોતાને નિરાધાર માની રહ્યા છે પરંતુ ખુદા પોતાના સાચા બંદાને ક્યારેય પણ નિરાધાર નથી છોડતો એક તરફ “Lockdown” જેવી સ્થિતિ ગરમીનો માર કોરોના કાળમાં મુસ્લિમોનું રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આવા કપરા સમયમાં મુસ્લિમો રોઝા રાખી રહ્યા છે. રોઝા રાખવાની સાથે મુસ્લિમ સમાજના લોકો પોતાની સામાજિક ફરજ પણ “corona warrior” તરીકે નિભાવી રહ્યા છે. ઘણા રોઝા રાખી દર્દીઓના શ્વાસ ચાલતા રહે તે માટે કોરોંના વોર્ડમાં સેવા આપે છે તો ઘણા સચોટ સમાચાર લોકો સુધી પહોંચે તે માટે પોતાની ચિંતા કર્યા વગર હોસ્પિટલમાં જઈને પત્રકાર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આ તો માત્ર બે દાખલા થયા આવા ઘણા મુસ્લિમ ભાઇઓ જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની ફરજ બજાવી રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે તો કેટલાક પોતાની ફરજ દરમ્યાન સંક્રમિત થઇને ફાની દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આવા કપરા કાળમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે. રમઝાન લોકોને સબ્ર કરવાની શીખ આપે છે મુસ્લિમો રોઝા રાખીને પરિસ્થિતિ મુજબ સબ્ર કરે છે કુરાનમાં પણ અલ્લાહ ફરમાવે છે કે અલ્લાહ સબ્ર કરવા વાળાઓની સાથે છે ફ્રન્ટ લાઈન વર્કસ જે રોજા રાખીને કોરોનાના કાળમાં સેવા આપે છે તેમને સલામ છે આવા તમામ મુસ્લિમ ભાઇઓ દેશ પ્રત્યે પોતાના ધર્મ પ્રત્યે પોતાનો પ્રેમ છતો કરે છે અને રોજા રાખવાની ફરજ પણ ચૂકતા નથી.