અમિત પંડ્યા વસ્ત્રાલ અમદાવાદ
અમદાવાદના પૂર્વના વિસ્તારમાં ઝડપી વિકાસ પામી રહેલ વસ્ત્રાલ રિંગ રોડના પૂર્વ વિસ્તારના લોકો માટે આનદના સમચાર સામે આવ્યા
પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જેમણે વસ્ત્રાલ વિસ્તારમાં અનેક વિકાસના કામો માટે સતત પ્રયત્નશીલ રહેવું એ તેમનો જીવનમંત્ર બનાવી અને વસ્ત્રાલ વિસ્તારમાં અનેક વિકાસના કામો લાવી તેને પૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્નો કરીને વિસ્તારને સુંદર અને સુનિયોજિત વિકાસની ભેટ અપાવી છે. તેના સાથે કદમથી કદમ મિલાવી અને વિસ્તારના વિકાસના કાર્ય અવિરત રીતે આગળ વધે તેવા સતત પ્રયત્નશીલ વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જાદવની આગેવાનીમાં વસ્ત્રાલ વિસ્તારના ચૂંટાયેલ જનપ્રતિનિધિ પરેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોના કારણે વસ્ત્રાલ રિંગ રોડની પૂર્વના વિસ્તારમાં 16 કરોડના ખર્ચે નવું પંપીંગ સ્ટેશન બનાવવાની મંજુરી આપવામાં આવી છે.
આ પંપીંગ સ્ટેશન બની જવાથી વસ્ત્રાલ રિંગ રોડના પૂર્વના વિસ્તાર જે રિંગ રોડથી ઘણો નીચાણમાં હોવાથી હળવો વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વારંવાર સર્જાતી હતી અને વારંવાર ગટર ઉભરાવાની પણ સમસ્યા હોય તેને દૂર કરવા માટે વસ્ત્રાલ વિસ્તારમાં નવું પંપીંગ સ્ટેશનને મંજૂરી આપવાથી આ સમસ્યાનો કાયમી નિકાલ આવશે.
વસ્ત્રાલ રિંગ રોડની પૂર્વની જનતા આ નવા પંપીંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી અને તેની સાથે નવી ગટર લાઈન અને સ્ટોમ વોટર લાઈનનું નેટવર્ક માટે બીજા 23 કરોડ મંજૂર કરવામાં આવેલ છે તે બદલ વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જાદવ અને વસ્ત્રાલ વિસ્તારના ચૂંટાયેલ જનપ્રતિનિધિ પરેશભાઈ પટેલની સાથે સાથે વોટર સપ્લાય અને સુએઝ કમિટીના ચેરમેન જતીનભાઈ પટેલ અને ડેપ્યુટી ચેરમેન ભરતભાઈ પટેલ (લાલભાઈ)નો હૃદય પૂર્વક આભાર માને છે.