Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ટીઆરબીના જવાનનું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું

દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે, વાહનો રોકશે તો કાર્યવાહી કરાશે

અમદાવાદ,
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે, ટીઆરબી (TRB)નું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું છે. ટીઆરબીના કોઈ પણ જવાન દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જાેડાયેલા દેખાશે કે, વાહનો રોકશે તો એમને કાર્યવાહીનો સામનો કરવો પડશે. આમ છતાં રસ્તાઓ પર આડા થઈને વાહનો રોકતા ટીઆરબીના જવાનોની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.

ટી.આર.બીનું કામ માત્રને માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે.

ટીઆરબી કોઈ પણ વાહન ચાલકનું લાઇસન્સની માંગણી કરી શકે નહીં. આવી ઘટના સમયે કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાનો પિત્તો ગુમાવી દઈને જાહેર સ્થળ પર ગાળા ગાળી કરવા લાગે છે. વાહન ચાલક સાથે કોઈ પણ અસભ્યતા બદલ IPCની ધારા ૨૯૪બી, મારામારી કરવા બદલ IPC ૩૨૩ અને પોલીસ ચોકીમાં ગેરકાયદેસર લઈ જવા બાબતે આઈપીસી ધારા ૧૬૬એ મુજબ ગુનો નોંધાવી શકાય છે. જાે પોલીસ કર્મચારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં ન આવે તો કોર્ટની અંદર સીઆરપીસી ૧૫૬(૩) મુજબ કાર્યવાહી કરી શકાય. આ સ્થિતિ તમારી સામે પણ લાગુ પડે છે જાે તમે ખોટી રીતે દાદાગીરી કરશો તો સરકારી કામમાં રૂકાવટ બદલ પોલીસ પણ તમારી સામે કાર્યવાહી કરી શકે છે.

શહેરોમાં ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે, જે લાયસન્સ પણ માંગતા હોય છે, મેમો પણ બનાવતા હોય છે, ચલણ પણ ફાડતા હોય છે અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલીનો ધંધો કરતા હોય છે. આ મામલે તમે કાર્યવાહી પણ કરી શકો છો. વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવાની સત્તા માત્ર હેડ કોન્સ્ટેબલને છે એ પણ ઓનડ્યૂટી અને ડ્રેસકોડ સાથે. ટીઆરબી કે, પોલીસ કોન્સ્ટેબલની જવાબદારી માત્ર ટ્રાફિકને મેનેજ કરવાની છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *