મુંબઈ,તા.૦૨
દિપીકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસેસમાંથી એક છે. આજે એક ફિલ્મમાં કામ કરવા માટે કરોડોની ફી વસુલે છે, પરંતુ શું તમે જાણો છો કે, દિપીકા પાદુકોણે એની કેરિયરની શરૂઆત કેવી રીતે કરી હતી. દિપીકાએ કેરિયરની શરૂઆત ૨૦૦૬માં કન્નડ ફિલ્મ એશ્વર્યાથી કરી હતી. આ મુવીમાં સાઉથ એક્ટર ઉપેન્દ્રના અપોઝિટમાં જાેવા મળી હતી.
આ લિસ્ટમાં બીજી પણ બોલિવૂડ હસીનાઓ છે જેને સાઉથથી પોતાની કેરિયરની શરૂઆત કરી હોય. બોલિવૂડની દેસી ગર્લ એટલે પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર બની ગઇ છે. વર્ષ ૨૦૦૩માં સની દેઓલની ફિલ્મ ધ હીરોથી બોલિવૂડમાં પગ મુક્યો હતો. આ પહેલા પ્રિયંકાએ તમિલ ફિલ્મમાં કામ કર્યુ હતુ જેનું નામ છે Tamizhan. આ મુવીમાં પ્રિયંકાએ થલાપતિ વિજયની સાથે સ્ક્રીન શેર કરી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચનની ખૂબસુરતી જાેઇને આજે પણ લોકો ફિદા થઇ જાય છે. ઐશ્વર્યા રાય બચ્ચનની સ્માર્ટનેસ આગળ અનેક હસીનાઓ પાછળ પડે છે. ઐશ્વર્યા આજે પણ સ્માર્ટ લાગે છે. આમ કહી શકાય કે, ઉંમર વધતી જાય છે પરંતુ ઐશ્વર્યાની ઉમર દેખાતી નથી. પહેલા એશ બોલિવૂડ ફિલ્મોમાં અનેક રીતે એક્ટિવ જાેવા મળતી હતી. એક્ટિંગ કેરિયરની શરૂઆત તમિલ ફિલ્મ Iruvarથી કરી હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૯૭માં રિલીઝ થઇ હતી. આમાં ઐશ્વર્યાની એક્ટિંગ લોકોને ખૂબ ગમી ગઇ હતી. ઐશ્વર્યાની એક્ટિંગ જાેઇને આજે પણ લોકો ખુશ થઇ જાય છે.
બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન પણ આ લિસ્ટમાં છે. હાલમાં આદિપુરુષથી ચારે બાજુ ચર્ચામાં છે. આદિપુરુષમાં ક્રિતીએ સીતાનો રોલ પ્લે કર્યો છે. ક્રિતી સેનને હિરોપંતીથી બોલિવૂડમાં પગ મુક્યો હતો, પરંતુ એની ફિલ્મ Neonkkadine હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં રિલીઝ થઇ હતી. આમાં ક્રિતી સેનનની સાથે મહેશ બાબુની જાેડી નજર આવી હતી.
દિશા પટણી પણ આ લિસ્ટમાં સામેલ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અનેક મોટા-મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. દિશા એમએસ ધોનીથી બોલિવૂડમાં કેરિયરની શરૂઆત કરી હતી, પરંતુ એની પહેલી ફિલ્મ લોફર હતી. તેલુગુ ભાષામાં બનેલી આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઇ હતી.