Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડતા પહેલા ચેતજાે ફસાવવાનો પ્રયાસ હોઇ શકે,

રાજકોટ,તા.૨૮
ગુનાખોરી માટે હવે નવું માધ્યમ સોશિયલ મીડિયા બની રહ્યું છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય તો સાથે સાથે જાગૃતિ રાખવી જરૂરી છે બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જાેઇએ નહિ, અથવા તો આવા શંકાસ્પદ કોલ હોય તો તુરત જ કટ કરી બ્લોકમાં મુકી દેવા જાેઇએ. સોશિયલ મિડીયા થકી ગુનાખોરીના પ્રયાસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં ખોટી રીતે થતા બ્લેકમેલિંગનો ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં રાજકોટ જિલ્લાના ખોખડદળ ગામમાં રહેતાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નશીતને સોશિયલ મિડીયામાંથી સતત વિડીયો કોલ અજાણ્યા નંબરથી આવતાં તેમણે એક કોલ રિસીવ કરતાં કોલ કરનાર યુવતિએ પોતાના કપડા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. એટલું જ નહીં ત્યારબાદ વિડીયોકોલ કરનાર મોહિનીએ ફોન કરી તમે ખોટુ કર્યુ છે, કેસ થશે, તમે મને જાેતાં હો એવો વિડીયો રેકોર્ડ થઇ ગયો છે, તેને અલગ-અલગ ગ્રુપમાં મુકી દઇશ. તેમ કહી ડરાવી ધમકાવી પૈસા માંગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતાં આ મામલે બાબુભાઇ નશીતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.
ભાજપના તાલુકા પ્રમુખ બાબુભાઈ નશીત એ જણાવ્યા પ્રમાણે હકિકતે મેં વિડીયો કોલ નહોતો કર્યો, પણ મને સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં મને ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો. આ મામલે મેં સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી અનેક અરજીઓ આવી છે. મારા મોબાઈલ ફોનમાં એક સાથે પાંચ વખત વિડીયો કોલ આવ્યા હતા જેમાંથી એક વખત મારાથી કોલ ઉપડી ગયો હતો ત્યારે સામે છોકરીએ તૈયાર વિડ્યો કલીપ જ પ્લે કરી દીધી જેમાં કપડાં ઉતરતા હોય એવું દેખાય રહ્યું હતું અને આ વિડીયો કોલનું એમણે રેકોર્ડિંગ પણ ચાલુ જ હતું એટલે મને અજુગતું લાગતા મેં તાત્કાલિક વિડીયો કોલ કટ કરી દીધો અન્ય કોઈ લોકો આવામાં ફસાઈ નહીં તે માટે મેં સાઇબર ક્રાઇમમાં અરજી કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસ મથકના સિનીયર પોલીસ ઇન્સ્પેકટર ફર્નાન્ડીઝને બાબુલાલ નશીતની અરજી બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવતાં અમે મુળ સુધી પહોંચવા મહેનત કરી છે. પરંતુ કોલ ડિટેઇલ સીડીઆર વેસ્ટ બેંગાલની હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની જતું હોય છે. અમને મળેલી આવી અરજીઓની તપાસ થઇ રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *