તમારા બાળકમાં આ લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઇ જાવો અને ડોક્ટરને બતાવો.
ડોક્ટર્સના જણાવ્યા મુજબ યોગ્ય રીતે દેખભાળ કરવાથી બાળક અઠવાડિયામાં જ સ્વસ્થ થઇ જાય છે.
કોરોના, મંકીપોક્સ અને ટોમેટો ફ્લૂ એ હાલમાં માથુ ઉચક્યુ છે. નાના બાળકો ટોમેટો ફ્લૂનો શિકાર ઝડપથી બની રહ્યા છે. નાના બાળકોને ટોમેટો ફ્લૂ થવાનું જોખમ વધારે છે, પરંતુ જો આ ફ્લૂ પર જલદી કંટ્રોલ ના આવી શકે તો વયસ્કોમાં પણ ઝડપથી ફેલાઇ શકે છે. એક અહેવાલમાં આ વિશે ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર નાના બાળકો નેપકીનના ઉપયોગથી, ગંદી આદતોથી તેમજ સીધું જ કોઇના મોંમા મોં નાખવાથી આ સંક્રમણનો ખતરો વધારે રહે છે.
જાણો આ વિશે શું કહે છે ડોક્ટર
પિડીયાટ્રિક ડોકટર્સના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કોઇ પણ બાળકોને ટોમેટો ફ્લૂની અસર વધુ પ્રમાણમાં જોવા મળી નથી. આ સાથે જ કોઇ બાળકને એડમીટ કરવાની પણ જરૂર પડી નથી. જે બાળકોને ટોમેટો ફ્લૂની અસર છે એમને ખાવા-પીવાનું ધ્યાન અને સાથે દવાઓ આપીને ઘરમાં રહેવાનું કહેવામાં આવે છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ યોગ્ય રીતે દેખભાળ કરવાથી બાળક અઠવાડિયામાં જ સ્વસ્થ થઇ જાય છે. આ માટે તમારે જરૂર છે કે બાળકનો સમય સાચવવો અને સાથે એની પૂરતી ટ્રિટમેન્ટ કરવી.
જાણો શું છે ટોમેટો ફ્લૂ
ટોમેટો ફ્લૂ એક વાયરલ બીમારી છે જે શરીર પર ટામેટા જેવા આકારના ફોલ્લા થાય છે. શરૂઆતમાં આ ફોલ્લા લાલ રંગના નાના-નાના થાય છે અને પછી મોટા ટામેટા જેવા થઇ જાય છે. પ્રાથમિક લક્ષણ અન્ય વાયરલ સંક્રમણો સમાન છે, જેમાં તાવ આવવો, લાલ જામા પડવા અને દુખાવો થવો. તાવ આવ્યાના એક બે દિવસ પછી નાના-નાના લાલ ધબ્બા દેખાય છે જે ફોલ્લા અને પછી અલ્સરમાં બદલાઇ જાય છે. આમ, જો તમારા બાળકને તાવ આવે છે અને પછી ફોલ્લા જેવું લાગે છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો, જેથી કરીને સમય પર નિદાન થઇ જાય.
આ છે ટોમેટો ફ્લૂના લક્ષણો
તાવ આવવો
થાક લાગવો
શરીર દુખવુ
સાંધામાં દુખાવો થવો
સોજા આવવા
ગળામાં ખારાશ થવી