IND Vs PAK : એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન ?
IND vs PAK : એશિયા કપ 2022 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે રાત્રે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચથી થઈ હતી
આજે (28 રવિવાર) ભારત અને પાકિસ્તાનની ટીમો (IND vs PAK) આ ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો સાંજે 7.30 કલાકે સામસામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ દરમિયાન દુબઈનું હવામાન અને પીચ કેવું રહેશે અને બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં કોને એન્ટ્રી મળી શકે છે?
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી સાંજે યોજાયેલી તમામ મેચોમાં બાદમાં બેટિંગ કરનાર ટીમને મોટા ભાગના પ્રસંગોએ ફાયદો મળ્યો છે. રાત્રે અહીં હળવા ઔંસ હોય છે, જે બોલરો માટે થોડી મુશ્કેલી ઊભી કરે છે. એકંદરે, અહીંની પીચ બોલરો અને બેટ્સમેનોને સમાન મદદ આપે છે. શરૂઆતમાં ઝડપી બોલરો અને પછી સ્પિનરોને મદદ મળે છે અને બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બને છે. ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. હવામાનની વાત કરીએ તો દુબઈમાં આ સમયે ભયંકર ગરમી છે. અહીં સાંજે પણ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે.
ટીમ ઈન્ડિયા ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે આ વખતે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ટીમ માટે સારી વાત એ છે કે કોચ રાહુલ દ્રવિડ કોરોના નેગેટિવ થઈ ગયા છે અને તે ટીમ સાથે જોડાઈ ગયા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ વચગાળાના કોચ તરીકે પહેલેથી હાજર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને હવે દ્રવિડની સાથે લક્ષ્મણના અનુભવનો લાભ મળશે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયર એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમના માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે.
સંભવિત પ્લેઇંગ XI:
ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક/આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
પાકિસ્તાન : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ), ફખર જમાન, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, ખુશદિલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, શાહનવાઝ દહાની.