દિલ્હી સરકારે યોગ્ય પગલાં લીધાં છે. અમારો ઈરાદો સ્પષ્ટ હતો, તેથી અમે પેપર લીકના સમગ્ર રેકેટનો ત્યાં જ અંત લાવી દીધો અને અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં 200000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે.
ભાવનગરમાં એક જન સંવાદ કાર્યક્રમમાં યુવાનો સાથે સંબોધન કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ જણાવ્યું હતું કે, હું જ્યારે છેલ્લી વખત ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવ્યો હતો ત્યારે મેં સરકારી શાળાઓની એટલી ખરાબ હાલત જોઈ હતી કે લાગે કે બંધ કબાડી ખાનું છે, જ્યાં કરોળિયાના જાળા છે, દીવાલો તૂટેલી છે અને બાળકો નીચે જમીન પર બેસીને અભ્યાસ કરે છે તેવી સરકારી શાળાઓની ખરાબ હાલત મેં જોઈ હતી પણ મને કોઈએ કહ્યું કે મનીષજી, આ હાલત છે ગુજરાતની શાળાઓની અને આવી જ હાલત સરકારી કોલેજોની છે. લોકોએ મને કહ્યું કે અહીંની આયુર્વેદ કોલેજ તમે જોયેલી, સરકારી સ્કુલ કરતા પણ ખરાબ હાલતમાં છે. મેં હજુ સુધી ગુજરાતની કોઈ સરકારી કોલેજની મુલાકાત લીધી નથી. પરંતુ મને ખાતરી છે કે ગુજરાતની જનતાએ સરકારી કોલેજોની હાલત જોઈ હશે.
નોકરીઓની કમી નથી, નોકરી આપનારના નિયતમાં કંઈ છે તેમ વધુમાં મનીષ સિસોદિયાએ કહ્યું હતું.
આપણે આ નબળી શિક્ષણ વ્યવસ્થાનું ચિત્ર બદલવું પડશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે જે સૌથી મોટી વાત કરી છે તે એ છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના યુવાનોને શ્રેષ્ઠ રીતે રોજગાર આપવાનું કામ કર્યું છે. આજે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. લોકો ભણીને બેઠા છે પણ નોકરી નથી અને જ્યાં નોકરીઓ છે ત્યાં લોકો યુવાનોને રોજગારી આપવા તૈયાર નથી. જ્યારે પણ કોઈ વક્તા આ મંચ પરથી પેપર લીક વિશે વાત કરતા હતા, ત્યારે તમારા યુવાનો દ્વારા મળેલ પ્રતિસાદ દર્શાવે છે કે યુવાનો પેપર લીકને લઈને કેટલા નારાજ છે. યુવાનોનો આ ગુસ્સો દર્શાવે છે કે ગુજરાતમાં નોકરીઓ છે પણ આપવાવાળું કોઈ નથી, નોકરીઓની કોઈ કમી નથી. દિલ્હીની પણ આવી હાલત હતી, દિલ્હીમાં પણ ઘણી જગ્યાઓ ખાલી હતી. જ્યારે મેં સરકારી અધિકારીઓને પૂછ્યું કે દિલ્હીમાં પડેલી બધી ખાલી જગ્યાઓ ભરવામાં કેટલો સમય લાગશે, તો તેઓએ કહ્યું કે જે સ્પીડથી ભરતી થતી આવી છે એ જ સ્પીડથી કરવામાં આવે તો 35 વર્ષ લાગશે.
ગુજરાતની જેમ દિલ્હીમાં પણ અવારનવાર પેપર લીક થતા હતા, પરંતુ અમારી સરકાર બનતાની સાથે જ પેપર લીક થવાનું બંધ થઈ ગયું.
ગુજરાતની જેમ દિલ્હીમાં પણ વારંવાર પેપર લીક થતા હતા, જ્યારે અમે શપથ લઈ રહ્યા હતા ત્યારે તે દિવસે પણ પેપર લીક થયું હતું પરંતુ તે છેલ્લું પેપર લીક હતું. અરવિંદજીએ એક એવી વ્યવસ્થા બનાવી જેના દ્વારા પેપર લીક થવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને તે છેલ્લા પેપર લીક માટે પણ અમે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને સુપ્રીમ કોર્ટે પણ અમારા શખ્ત પગલાંની પ્રશંસા કરી અને કહ્યું કે, આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે યોગ્ય પગલાં લીધાં છે. અમારો ઈરાદો સ્પષ્ટ હતો, તેથી અમે પેપર લીકના સમગ્ર રેકેટનો ત્યાં જ અંત લાવી દીધો. અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં 200000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે અને સાથે જ ખાનગી ક્ષેત્રમાં 10 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવી છે. જો કે ખાનગી ક્ષેત્રમાં નોકરીની ભરતી થતી રહે છે, પરંતુ આમ આદમી પાર્ટીની સરકારની પહેલને કારણે આ 10 લાખ નોકરીઓનું સર્જન થયું છે. આ પહેલ હેઠળ, આમ આદમી પાર્ટીની સરકારે એક વેબ પોર્ટલ બનાવ્યું જ્યાં નોકરી આપનારાઓ અને નોકરી શોધનારાઓ એક જ જગ્યાએ મળ્યા. આવી વ્યવસ્થાને કારણે આજે દિલ્હીમાં માત્ર નોકરીઓ જ નોકરી છે.