12 વર્ષના બાળકની અનોખી પહેલ : હર ઘર તિરંગા અભિયાન બાદ તિરંગાના સન્માન માટેની અનોખી પહેલ, રોડ રસ્તા અને અન્ય જગ્યાઓ પર રઝળતા તિરંગા કરી રહ્યો છે એકત્ર તિરંગાઓ એકઠા કરી આદર્શ આચારસંહિતા મુજબ વિસર્જન સમજાવ્યું.
12 વર્ષના પ્રથમ મહેતાએ કરી પોતાની ઉમર કરતા મોટી વાત તિરંગા તો બધાએ ઘરે ઘરે લહેરાવ્યા પરંતુ તેનું વિસર્જન કદાચ કોઈ ભાગ્યે જ જાણે છે
ત્રણ રીતે તિરંગાનું કરી શકાય છે વિસર્જન પાણીમાં, જમીનમાં દાટીને અને અગ્નિ સંસ્કાર દ્વારા કરી શકાય છે તિરંગાનું વિસર્જન
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હર ઘર તિરંગા અભિયાન બાદ સુરતના બાર વર્ષના બાળકે તિરંગાનું આન, બાન અને સન્માન જળવાઈ રહે તેની માટે કેવી અનોખી પહેલ કરી જોઈએ વિષેસ અહેવાલમાં ….
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક અવાજ પર લોકોએ ઘરે ઘરે, દુકાને, ઓફિસે અને પોતાના વાહનો ઉપર તિરંગા તો લગાવ્યા પરંતુ ત્યારબાદ આ તિરંગાઓ અનેક જગ્યાએ રખડતા રજડતા પણ નજરે આવી રહ્યા છે, ત્યારે સુરતના 12 વર્ષના બાળકે આવા તિરંગાઓ એકઠા કરી તેનું આદર્શ આચારસંહિતા મુજબ વિસર્જન કરી રહ્યો છે, અને લોકોને સમજવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે, જ્યાં રોડ ઉપર કે ખુલ્લી જગ્યા ઉપરથી તિરંગાઓ એકત્ર કરી રહેલ આ બાળકનું નામ છે પ્રથમ મહેતા, અને તેની ઉંમર છે માત્ર 12 વર્ષ. જ્યાં ધોરણ છ માં અભ્યાસ કરતો 12 વર્ષનો પ્રથમ મહેતા નાની ઉંમરમાં જ ખૂબ જ મોટું કાર્ય અને મોટી સમજ આજે લોકોને આપી રહ્યો છે.
75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વ પર આ વર્ષે પ્રધાનમંત્રીના એક આહવાન પર લોકોએ ઘરે-ઘરે, ઓફિસે, દુકાને, લારી ગલ્લા, પવિત્ર ધર્મિક સ્થળો દરગાહ, મંદિરો જેવી તમામ જગ્યાઓ પર તિરંગાઓ લહેરાવ્યા અને દેશભક્તિમાં જોડાયા. પરંતુ સ્વાતંત્ર્ય પર્વ બાદ આ જ તિરંગાઓ અનેક જગ્યાઓ પર, રસ્તા ઉપર રખડતા રઝળતા જોવા મળ્યા. અને ત્યારે 12 વર્ષના આ બાળકનું હૃદય તિરંગાની આ સ્થિતિ જોઈને દ્રવી ઉઠ્યું. જ્યાં ૧૨ વર્ષનો પ્રથમ શાળાએથી પરત આવી તેની માતા સેજલબેનને એકદમ સહજ અને નિખાલસ ભાવે તિરંગાની આ સ્થિતિ વિશે જણાવ્યું જ્યાં માતાએ પણ પોતાના બાળકના આવા સવાલથી માતાએ પણ આ તિરંગાનું માન, સન્માન કઈ રીતે જળવાઈ રહે તેની સમજણ આપી અને તિરંગાનું વિસર્જન કઈ રીતે થાય તે સમજાવ્યું હતું.