સુરતના ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ૬ ઈંડા મુક્યા.
લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, ટીટોડી 4 ઈંડા મૂકે તો ખૂબ સારુ ચોમાસુ અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે.
જો કે ટીટોડી દ્વારા ૬ ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ
સુરત,
સુરતના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ ૬ ઈંડા મુક્યા છે. ઓલપાડના અસનાદ ગામે રહેતા નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ૬ ઈંડા મુક્યા છે. એક જૂની માન્યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ પડે છે, 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે અને જો 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે. જોકે ટીટોડી દ્વારા ૬ ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે.
ટીટોડીના 6 ઈંડા મુકવા પર શુ થાય છે અસર?
ટોટોડી સામાન્ય રીતે ચાર ઈંડા મૂકતી હોય છે. આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે. આ મુજબ ૬ ઈંડા પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 4ના બદલે 6 મહિના સુધી ચોમાસું ચાલશે. એટલે કે આ સારા ચોમાસાના સંકેત છે.
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે.