(Rizwan Ambaliya)
આ ઇવેન્ટ ફક્ત માતાઓ માટે જ આયોજિત કરવામાં આવી હતી અને આ ઇવેન્ટમાં 28 માતાઓ જોડાઈ હતી
વડોદરા જીલ્લાના ગોત્રી વિસ્તારમાં સંતૂર મોમ વડોદરા 2025 ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામનું આયોજન આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું. આ પ્રોગ્રામના આયોજક આદિત્ય સિંહ પંજરોલિયા અને રાજેશ્રી પંજરોલિયા તથા વિજેતાને સંતૂર મોમ વડોદરા 2025નો ખિતાબ અને વાસ્તવિક સોનાની પરત ચડાવેલ તાજ આપવામાં આવ્યો.
આ ઇવેન્ટ ફક્ત માતાઓ માટે જ આયોજિત કરવામાં આવી હતી અને આ ઇવેન્ટમાં 28 માતાઓ જોડાઈ હતી. તથા 20 વર્ષના પુત્રની માતા રિચા કોઠારીને સંતૂર મોમ વડોદરા 2025નો ખિતાબ મળ્યો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર થઈ તથા પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરી શકે અને આગળ વધે.
આ આયોજનના મુખ્ય મહેમાન શ્રી અસદ. એ. શેખ (નાગરિક સંરક્ષક દળ કમાન્ડર – Dy.Sp), ગ્રીષ્મા સાગર – Mrs. Gujarat 2024, ઉન્નતિ દેસાઈ – Mrs. Asia Earth , શ્વેતા પ્રજાપતિ – Miss Gujarat 2024, શિલ્પા દવે – SHE ટીમ કાઉન્સિલર પોલીસ ભવન હેડ ઓફિસ, એપિક ફાઉન્ડેશન, 181 મહિલા અભ્યમ ટીમ અને ઇક્વિટાસ ટ્રસ્ટના CSR મેનેજર મિલન વાઘેલા હજાર રહી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.