(Rizwan Ambaliya)
નિર્માતાના જણાવ્યા મુજબ આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનામાં વિવિધ સ્થળોએ થશે અને તેનું પ્રથમ ટ્રેલર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અમદાવાદ શહેરના બોપલ ખાતે હાસ્ય અને સંસ્કૃતિનું મિશ્રણ ગુજરાતી અર્બન ફિલ્મ “સુરતી લોચો” મુવીનું સફળ મુહૂર્ત યોજાયું હતું. આ શાનદાર ઇવેન્ટમાં પ્રખ્યાત અભિનેત્રી જાગૃતિ ઠાકોર, ફિટનેસ કોચ સપના વ્યાસ, જાણીતા ડિરેક્ટર રૂપીન શાહ તથા આસિફ શીલાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ફિલ્મના કલાકાર તરીકે ગ્રેન્સી કનેરિયા, પરાગ માલમ, પૂનમ શર્મા, નિમેષ મહેરીયા, હિમાંશુ પાઠક, રંજીત રાણા, બીના મોદી, વિનોદ પટેલ, લૌકિક માંડગે જેવા કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે.
આ ફિલ્મના ડિરેક્ટર તરીકે સંજીવ જૈન અને એસોસિયેટ ડિરેક્ટર ભાવિન ડી.એસ રોય, આસિસ્ટન્ટ ડિરેક્ટર શક્તિ દત્ત, સરફરાઝ સૈયદ, રોકી પોતાનું બેસ્ટ આપવા તૈય્યાર છે. ડીઓપી તરીકે અન્નું પટેલ, પ્રોડક્શન મેનેજર તરીકે જ્યોતિ પરમાર અને મેકઅપ આર્ટિસ્ટ ચૈતાલી શાહ જવાબદારી નિભાવી રહ્યા છે. આ કાર્યક્રમની પી આર તથા માર્કેટિંગની જવાબદારી સિદ્ધિ વિનાયક ઇવેન્ટ ઓનર લૌકિક માંડગે દ્વારા નિભાવવામાં આવી હતી.
આ મુહૂર્ત સુટથી ફિલ્મ “સૂરતી લોચા”ની યાત્રા શરૂ થઈ ગઈ છે જે ગુજરાતી સંસ્કૃતિ અને હાસ્યનો અનોખો મિશ્રણ રજૂ કરશે. નિર્માતાના જણાવ્યા મુજબ આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનામાં વિવિધ સ્થળોએ થશે અને તેનું પ્રથમ ટ્રેલર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા જોવા મળી રહી છે.