(Rizwan Ambaliya)
‘જીફા’ એવોર્ડ નારાયણી હોટેલ ખાતે યોજાયો હતો, ગુજરાતની જાણીતી હસ્તીઓ અને સિનિયર કલાકારોએ હાજર રહી ‘જીફા’ના સન્માનમાં વિશેષ વધારો કર્યો અને સાથે ઓડિયન્સ પણ મોટી સંખ્યામાં હાજર રહી ‘જીફા’ને બિરદાવ્યો હતો.
‘જીફા ૨૦૨૪’નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮ માર્ચ શનિવાર 2025 ના રોજ નારાયણી હોટેલ ખાતે યોજાઈ ગયો. જીફાની ભવ્યાતિભવ્ય રેડ કાર્પેટ, મન મોહક પરફોર્મન્સ અને ક્ષતિ રહિત વ્યવસ્થાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે, જીફા ભારતનો સૌથી મોટો એકમાત્ર ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ છે.
દર વર્ષની જેમ ધમાકેદાર પરફોર્મન્સ દ્વારા ‘GIFA’એ પ્રેક્ષકોના દિલમાં આગવું સ્થાન પામ્યું છે. ‘જીફા’ની વ્યવસ્થા અને ખાસ રેડ કાર્પેટ ખૂબ જ મનમોહક હતા અને દરેક કલાકાર કસબી તેનો આનંદ લઇ રહ્યા હતા. ‘જીફા’ ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, સિંગર એમ દરેકને જેમણે ગુજરાતી ફિલ્મોમાં યોગદાન આપેલું હોય તેમને તેમના કામની પ્રશંસા રૂપ એવોર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને વિશ્વ ફલક સુધી પહોચાડવાનું કામ કરી રહ્યું છે.
‘જીફા’એ ગુજરાતી ફિલ્મોના કલાકાર કસબીઓને ૨૪ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપ્યું હતું. કલાકારોની હાજરી અને ‘જીફા’ની વ્યવસ્થા કાબિલે તારીફ હતી અને આજે જ્યારે વર્ષે ૧૦૦ થી વધારે ફિલ્મો રિલીઝ થાય ત્યારે ‘જીફા’ જેવા સન્માનીય એવોર્ડ સમારંભ કલાકાર કસબીઓને ખુબ જ પ્રોત્સાહન પૂરું પાડશે.
ગઈ ૮મી માર્ચે રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવ્યા હતાં. ‘જીફા ૨૦૨૪’માં સૌનક વ્યાસ, તારિકા ત્રિપાઠી, સ્મિત પંડ્યા, મેહુલ બૂચ, રિવા રાચ્છ, મૌલિક ચૉહાણ અને અરવિંદ વેગડા ધ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તથા હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, સ્મિત પંડ્યા, માનસી પારેખ, વિરાજ ઘેલાની, મૌલિક ચૉહાણ, પ્રાચી ઠાકર, રોનક કામદાર, મયુર ચૌહાણ, આર જે મયંક, હેમાંગ શાહ, જગજીત સિહ વાઢેર, પૂજા જોશી, ભૂમિ ત્રિવેદી, નિલેશ પરમાર અને રિવા રાચ્છ ધ્વારા સુંદર પરફોર્મન્સ રજુ કરવામાં આવ્યા હતા. ખાસ બોલીવુડ ફિલ્મ કેસરી વીરના કલાકારો સૂરજ પંચોલી, આકાંક્ષા શર્મા, હિતુ કનોડિયા, ભવ્ય ગાંધી તથા કનુભાઈ ચૌહાણની હાજરી આકર્ષક રહી હતી.
વધુમાં ‘જીફા’ના પ્રેસીડેન્ટ હેતલભાઇ ઠકકર અને વાઇસ પ્રેસીડેન્ટ અરવિંદ વેગડાએ ‘જીફા’ના સ્પોન્સર ગુજરાત ટુરિઝમ, ડિઝાઇન લક્સ, વ્રજ જવેલર્સ, ગુજરાત 14, રેડિયો સીટી, દિવ્ય ભાસ્કર, જિમ લોન્જનો આભાર માન્યો અને ખાત્રી આપી છે કે, ‘જીફા’ અવીરત પણે મનોરંજન પીરસતો જ રહેશે…!
‘GIFA 2024’નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
અલગ અલગ કેટેગરીમાં ‘GIFA – ૨૦૨૪’ એવોર્ડ્સ જીતેલા તમામ કલાકારોની યાદી આ મુજબ છે.
જીફા ફિલ્મ ઓફ ધ યર ઈટ્ટા કિટ્ટા – જ્હાન્વી પ્રોડક્શન
જીફા ડિરેક્ટર ઓફ ધ યર પ્રીતસિંહ ગોહેલ – વેનીલા આઇસ્ક્રીમ
જીફા એક્ટર ઓફ ધ યર મેલ રોનક કામદાર – બિલ્ડર બોયઝ
જીફા એક્ટર ઓફ ધ યર ફિમેલ માનસી પારેખ – ઈટ્ટા કિટ્ટા
જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ મેલ શિવમ પારેખ – બિલ્ડર બોયઝ
જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ ફિમેલ અલ્પના બૂચ – ઈટ્ટા કિટ્ટા સુચિતા ત્રિવેદી – ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની
જીફા સ્ટોરી રાઇટર ઓફ ધ યર અભિષેક કમઠાણ
જીફા મ્યૂઝિક ડિરેક્ટર ઓફ ધ યર કેદાર – ભાર્ગવ – સમંદર
જીફા લીરિસિસ્ટ ઓફ ધ યર ભાર્ગવ પુરોહિત – સાવજ ના ઠેકાણા – સમંદર નિરેન ભટ્ટ – હરખતાં મલકતાં – વેનીલા આઇસ્ક્રીમ
જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર મેલ રાઘવ કૌશિક – નાચ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રમોની
જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર ફિમેલ ભૂમિ ત્રિવેદી – નારી તું સર્વસ્વ 31st
જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર પ્રેમ ગઢવી, નિકિતા શાહ તથા અદિતિ વર્મા – અજબ રાત ની ગજબ વાત જીફા સિનેમેટોગ્રાફર ઓફ ધ યર અંકિત ત્રિવેદી – કમઠાણ
જીફા બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર અમર મોહિલે – ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની
જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર પ્રિન્સ ગુપ્તા – હાહાકાર
જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર દુર્ગાપ્રસાદ મહાપાત્રા – કમઠાણ
જીફા એડિટર ઓફ ધ યર નેહા રાજોરા – બિલ્ડર બોયઝ
જીફા ડાયલોગ રાઉટર ઓફ ધ યર વિશાલ વડા વાલા – સમંદર
જીફા એક્ટર ઓફ ધ યર ઈન કોમિક રોલ હેમાંગ શાહ – હાહાકાર કૃતિ ત્રિવેદી – લગ્ન સ્પેશ્યલ
જીફા એક્શન ડિરેક્ટર ઓફ ધ યર વિક્રમ દહિયા – સમંદર
જીફા એક્ટર ઓફ ધ યર ઈન નેગેટિવ રોલ શેખર શુક્લા – બિલ્ડર બોયઝ
જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર મેલ વિરાજ ઘેલાની – ઝમકુડી
જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર ફિમેલ સિદ્ધિ ઈદનાની – ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની
જીફા કોસ્ચ્યુમ ડિઝાઇનર ઓફ ધ યર નિક્કી જોશી – કમઠાણ
GIFA 2024 નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
જીફા જ્યુરી સ્પેશ્યલ એક્ટર
હિતુ કનોડિયા – કમઠાણ
જીફા એક્ટર ઓફ ધ યર જ્યુરી ક્રિટિક્સ – ફિમેલ આરોહી પટેલ – અજબ રાત ની ગજબ વાત
જીફા એક્ટર ઓફ ધ યર જ્યુરી ક્રિટિક્સ મેલ મયુર ચૌહાણ – સમંદર
જીફા જ્યુરી સ્પેશ્યલ મેન્શન આર્ટિસ્ટ જીયા વૈદ્ય – ઈટ્ટા કિટ્ટા
જીફા પોપ્યુલર ફિલ્મ ઓફ ધ યર ઝમકુડી – Soul Sutra
જીફા સ્પેશ્યલ મેન્શન એક્ટર દર્શન જરીવાલા – કમઠાણ
જીફા સ્પેશ્યલ મેન્શન એક્ટ્રેસ પૂજા જોશી – લગ્ન સ્પેશિયલ
‘જીફા’ની પી આર પાર્ટનર તરીકે સેતુ મીડિયા એ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી.
(Photography by Jayesh Vora)