‘સ્વરાલય ધી ક્લબ’ આયોજીત ‘રોમાન્સ ઈન ધી ટાઉન ૬’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
(Rizwan Ambaliya)
‘સ્વરાલય ક્લબ’ની સાથે સાથે રાહી રાઠોર અને કશિશ રાઠોર દ્વારા ‘હમરાહી ફાઉન્ડેશન’ દ્વારા સામાજિક કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે છે.
અમદાવાદ ટાગોર હોલ ખાતે ‘સ્વરાલય ધી ક્લબ’ આયોજીત ‘રોમાન્સ ઈન ધી ટાઉન ૬’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
‘વેલેન્ટાઇન ડે’ની સાંજને એક યાદગાર પળમાં બદલવામાં આવી હતી. દરેક સિંગર લોકોએ જૂના અને નવા ગીતોને ખુબ જ સારી રીતે રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ક્વીન ઓફ હાર્ટ રાહી રાઠોર સાથે ફિલ્મ અભિનેત્રી અને પ્લે બેક સિંગર તરીકે કશિશ રાઠોર દ્વારા જોરદાર આકર્ષિત પરફોર્મન્સ આપવામાં આવ્યું હતુ.
આ સાથે ગુજરાતના બિગ બી બંકિમ પાઠક સાહેબ દ્વારા અદભુત પરફોર્મન્સ કરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમમાં KR ફેન્સ દ્વારા કશિશ રાઠોર બ્રાન્ડનું પરફ્યુમ લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગીતોની સાથે ડાન્સની પણ ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.
‘સ્વરાલય ક્લબ’ દ્વારા સતત કાર્યક્રમનું આયોજન કરી લોકોને પ્લેટફોર્મ આપવામાં આવે છે. ‘સ્વરાલય ક્લબ’ની સાથે સાથે રાહી રાઠોર અને કશિશ રાઠોર દ્વારા ‘હમરાહી ફાઉન્ડેશન’ દ્વારા સામાજિક કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના લોકોને કપડા તથા ડ્રેસ અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કેક કટિંગ કરી ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યકમનું સંચાલન નરેશ વોરા તથા આર.જે જયરાજે ખુબ જ સરસ રીતે કર્યું હતું.