Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, હસન સંજરી (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ) જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેન (રદિઅલ્લહુઅન્હુમ)ના વંશજ હતા.

વિશ્વભરના કરોડો મુસ્લિમો જ નહીં, બલ્કે સર્વે આસ્થાળુઓ માટે અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ આસ્થાનુ પ્રતિક છે. જ્યાં સ્મગ્ર વિશ્વમાંથી લોકો આવે છે અને મનની મુરાદો હાસલ કરે છે.

આ દરગાહથી કોઇ ચોક્ક્સ સમુદાયના લોકો નહીં પરંતુ તમામ ધર્મના લોકો તેમની સમસ્યાઓનું સમાધાન મેળવે છે. ત્યારે ‘ખ્વાજા સાહેબ’ની દરગાહ હાલમાં ચર્ચામાં હોવા પાછળનું કારણ સૌ કોઈ જાણે છે અને આ કારણ છે કરવામાં આવેલી એક અરજી… જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં મંદીર આવેલું છે. પરંતુ અહીં વાત કરવી છે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ)ની જેમને સુલ્તાનુલ હિંદ ખ્વાજા પીયા કેહવામાં આવે છે. ઈતિહાસ સાક્ષી છે કે, મોટાં મોટાં બાદશાહોએ આ દર પર માથું ટેક્યું છે અને તેમની સમસ્યાઓથી છુટકારો મેળવ્યો છે.

આ દરગાહ બનાવવામાં મુગલ બાદશાહ શાહજહાંનો સિંહફાળો છે. (આખરે અહીં જ શાહજહાંના પિતાએ તેના જન્મ માટેની દુઆઓ માગી હતી..!) અહીં એક દરવાજો તેના નામે ‘શાહજહાંની દરવાઝા’ તરીકે પણ ઓળખાય છે. આ દરગાહ શરીફ ખાતે આવેલો એક જંગી દરવાજો હૈદરાબાદના નિઝામે ભેટ ચડાવેલો, જે આજે પણ ‘નિઝામ ગેટ’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત સમયાંતરે ઘણા રાજાઓ અલગ-અલગ ભેટ અહીં ધરાવતા આવ્યા છે. ‘ખ્વાજા જી’ ઈરાનના સંજારમાં જન્મ્યા હતા. આપને ખ્વાજા ગરીબ નવાઝ, સુલતાન એ હિંદ, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી, ખ્વાજા-એ-ખ્વાજગાન, ખ્વાજા અજમેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ) જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેન (રદિઅલ્લહુઅન્હુમ)ના વંશજ હતા. વીસ વર્ષના થયા તે પહેલાં તેમના પિતાનું અવસાન થયું. લોટ દળવાની ઘંટી અને ફળવાડીના માલિક બન્યા. ઇરાક જતાં નીશાપુરના હરૂન ગામમાં ખ્વાજા ઉસ્માન ચિશ્તીને પોતાના અધ્યાત્મગુરુ (મુરશિદ) તરીકે સ્વીકારી એમના શિષ્ય થયા. વીસ વર્ષ સુધી ગુરુ પાસેથી સૂફી જ્ઞાનનું શિક્ષણ પ્રાપ્ત કરી તેમની સામે સાથે પ્રવાસ ખેડ્યો અને અનેકવાર હજ માટે મક્કા ગયા. મુરશિદ ઉસ્માન ચિશ્તી હરૂનીએ તેમને ચિશ્તી સૂફી પરંપરાના મુખ્ય સૂફી ગાદીવારસ બનાવ્યા.

ખ્વાજા મુઇનુદ્દીને વિવિધ શહેરોમાં જઈ મહાન સૂફી સંતો મકબરાની યાત્રા કરી, અજમેર ગયા. ત્યાં પૃથ્વીરાજ ચૌહાણ રાજા હતો. અજમેરમાં અનાસાગર પાસે મુકામ કર્યો. ત્યાં જ આપે લગ્ન કર્યાં. તેમને ત્રણ પુત્રો : શેખ અબૂ સઇદ, શેખ ફખ્રુદ્દીન, શેખ હુસામુદ્દીન અને એક પુત્રી બીબી જમાલ થયાં. ૧૪ વર્ષની ઉમરે આપે માતા – પિતાની છત્ર છાયા ગુમાવી હતી. આપના માતા – પિતાના અવસાન પછી આપ ખૂબ જ દુઃખી રહેતા હતા ત્યારે એક વખત જ્યારે આપ પોતાના બગીચા (ગાર્ડનમાં) છોળોને પાણી પાવી રહ્યા હતાં ત્યારે આપની મુલાકાત બુઝુર્ગ ઇબ્રાહિમ કનદોસી નામના બુઝુર્ગ સાથે થઈ ‘ખ્વાજા જી’એ આપને દ્રાક્ષ આપી જેનાથી ખુશ થઈને ઇબ્રાહિમ કનદોસીએ આપને એક સુખી રોટલી પોતાની ઝોલીમાંથી કાઢીને પેહલા આ રોટલી પોતે ચાબી અને ત્યાર બાદ ખ્વાજાજીને ખવડાવી. ‘ખ્વાજા જી’એ આ રોટલી ખૂબ જ આસ્થાથી ગળી ગયા.

હઝર ખ્વાજા મોઈનુઉદ્દીન ચિશ્તી (રેહ્મતુલ્લાહ અલૈહ)એ પોતાના પીર હઝરત ખ્વાજા ઉસ્માન હારૂની (રેહ્મતુલ્લાહ અલૈહ)ની જબરદસ્ત ખીદમત કરી હતી.આપ પોતાના પીર હઝરત ખ્વાજા ઉસ્માન હારૂની (રેહ્મતુલ્લાહ અલૈહ)ની સાથે પડછાયાની જેમ સાથે જ રેહતા હતા. આપે 20 વર્ષ સુધી હઝરત ખ્વાજા ઉસ્માન હારૂની (રેહ્મતુલ્લાહ અલૈહ)ની ખીદમત કરી હતી. ખ્વાજા સાહબે બગદાદથી મક્કા 583 હિજરીમાં સફર કર્યો હતો.આપ મક્કામાં ઈબાદતોમાં પરોવાયેલા રેહતા હતા. એક વખતની વાત છે આપ ઈબાદત કરી રહ્યા હતા જ્યારે નમાઝ પઢી રહ્યા ત્યારે આપે એક અવાજ સાંભળી એ મોઈનઉદ્દીન હું તમારાથી રાજી છું. ખ્વાજા સાહબે ખૂબ જ આજીજીથી દુઆ ફરમાવી “એ અલ્લાહ એ લોકોને બખ્શી દે જે મારા ચાહનાર (મારા મુરીદ) છે.” આપે ફરી અવાજ સાંભળી એ મોઈનઉદ્દીન તમારી ઈબાદતો કબૂલ થઈ અને કયામત સુધી તમારા મુરીદોને માફ કરવામાં આવશે.

હઝરત ખ્વાજા-એ-ખ્વાજગાએ મક્કામાં હાજરી આપ્યા બાદ આકા એ દો જહાં સરવરે કૌનેન મોહમ્મદ મુસ્તુફા (સલલ્લાહો અલયહી વસલમ)ની બારગાહમાં હાજરી આપવા માટે મદીના મુન્નવરા પહોંચ્યા. આપ મદીના મુન્નવરામાં પણ ઈબાદતોમાં પોતાનો સમય વિતાવતા હતા. આકાએ દો જહાં (સલલ્લાહો અલયહી વસલમ)ની બારગાહથી હુકમ થયો કે, હિન્દુસ્તાનની વિલાયત આપને સોંપવામાં આવે છે. એજ દિવસે જ્યારે ઈશાની નમાઝ બાદ આપ આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે આપે ખ્વાબમાં હિન્દુસ્તાનનો નકશો ખ્વાબમાં જોયો અને તેમાં આપે અજમેર પણ જોયું. આપ જ્યારે ઉઘમાંથી જાગ્યા ત્યારે આપે અલ્લાહનો અભાર વ્યકત કર્યો અને ત્યારબાદ આકાની બારગાહમાં હાજરી આપી અને હિન્દુસ્તાન તરફ રવાના થયા.

આપ લાંબો સફર કરીને અજમેર પહોંચ્યા અજમેર પહોંચ્યા બાદ આપ એક ઘટાદાર વૃક્ષની નીચે આરામ ફરમાવી રહ્યા હતા. આ એ જ જગ્યા હતી જ્યાં રાજાના ઉંટ બેસતા હતા. થોડી જ વારમાં ત્યાં રાજાના ઉંટ અને રાજાના કેટલાક માણસો આવી પહોંચ્યા અને ખૂબ જ અપમાનજનક રીતિ ‘ખ્વાજા જી’ જોડે વર્તન કર્યું. ‘ખ્વાજા જી’એ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું આપના ઉંટને બીજી જગ્યાએ બેસાડી દો પરંતુ આ લોકો ખૂબ જ ખરાબ વ્યવહાર કરવા લાગ્યા ‘ખ્વાજા જી’એ આ લોકોને ક્હ્યું તમે તમારા ઉંટોને અહીં બેસાડી દો આ અહીં બેસેલા જ રહેશે આ કહીને ‘ખ્વાજા જી’ ત્યાંથી જતા રહ્યાં. જ્યારે બીજા દિવસે ઉંટને ચરાવનાર ત્યાં પહોંચ્યા ત્યારે ઉંટો બેસેલા જ હતા અને આ લોકોએ ઉંટોને ઉઠાડવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ ઉંટ ઉભા થયા નહીં. ત્યારે આ તમામ લોકો રાજા પૃથ્વી રાજની પાસે પહોંચ્યા અને આ સમગ્ર ઘટના પૃથ્વીરાજ સમક્ષ વર્ણવી ત્યારે પૃથ્વીરાજે કહ્યું કે, જાઓ એ બુઝુર્ગ પાસે અને તેમની માફી માગો. તમામ સૈનિકો માફી માગવા માટે ‘ખ્વાજા સાહબ’ પાસે પહોંચ્યા ત્યારે ‘ખ્વાજા જી’એ કહ્યું અલ્લાહની રજાથી જ્યારે તમે ત્યાં જશો ત્યારે તમે ત્યાં તમારા ઉંટોને ઉભેલા જોશો. જ્યારે આ ઉંટ ચરાવનાર લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તમામ ઉંટો ત્યાં જ ઉભા હતા. ‘ખ્વાજા સાહબ’ જ્યારથી અજમેર પહોંચ્યા ત્યારથી લઈને કાયમ સુધી ત્યાં જ રહ્યા. ‘ખ્વાજા જી’ની અનેક કરામતો જાહેર થયેલી છે. આજે પણ અનેક લોકો આ દરથી ફૈઝ મેળવી રહ્યાં છે અને તા કયામત સુધી મેળવતા રહેશે..!