“અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત” દ્વારા રાખવામાં આવેલી મેનેજિંગ કિમટીની ચુંટણી મોકૂફ : પ્રેસિડેન્ટ
લગ્નોત્સવની સીઝન હોવાથી જમાતના મોટાભાગના સભ્યો અને મતદારો તેમને મળેલા પ્રીઓર્ડરને કારણે તેમાં વ્યસ્ત હોવાથી હાજરી આપી નહી શકે તેથી મેનેજિંગ કિમટીની ચુંટણીની પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૨૫ના બીજા અઠવાડીયામાં રાખવામાં આવશે.
અમદાવાદ,તા.૨૭-૧૧-૨૦૨૪
શહેરના ત્રણ દરવાજા ખાતે આવેલ “અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત” દ્વારા રાખવામાં આવેલી મેનેજિંગ કિમટીની ચુંટણી અગમ્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી છે જેની જાણ કરવા જમાતના પ્રેસિડેન્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
“અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત”ના પ્રેસિડેન્ટ તૌફીક એહમદ સહીલ એહમદ શેખ એક અખબારી યાદીમાં જણાવે છે કે, “અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત (રજી. નં. બી/૨૭૮/અમદાવાદ)”ના આ પરિપત્રથી જાહેર કરી ઠરાવીએ છીએ કે, તારીખ ૧૨-૧૨-૨૦૨૪ના રોજ મેનેજિંગ કિમટીની ચુંટણી નક્કી કરવામાં આવેલી હતી પરંતુ જમાતના જનરલ બોર્ડના સભ્યો અને મેનેજિંગ કિમટીના સભ્યો તરફથી અમોને રજુઆતો મળેલી છે જેમાં તારીખ ૧૨-૧૨-૨૦૨૪ના રોજ રાખવામાં આવેલી ચુંટણીના દિવસે જમાતમાં કેટલાક સભ્યોના ઘરે લગ્ન પ્રસંગ છે. આ લગ્ન
પ્રસંગોમાં જનરલ બોર્ડ અને મેનેજિંગ કિમટીના સભ્યો વ્યસ્ત હોવાથી તેઓ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઇ શકે તેમ
નથી. તેથી તેઓએ ચુંટણીની તારીખમાં ફેરફાર કરવાની વિનંતી કરેલી છે.
લોકશાહીના હિતમાં અને સમાજના હિતમાં ચુંટણીમાં મોટાભાગના મતદારો ભાગ લઇ શકે તેવી વ્યવસ્થા કરવી જરૂરી જણાય છે. જો તારીખ ૧૨-૧૨-૨૦૨૪ના રોજ ચુંટણી યોજવામાં આવે છે તો મોટાભાગના જમાતના નોંધાયેલા મતદારો મતદાન કરવાથી વંચિત રહી જાય તેમ છે. તેટલું જ નિહ પરંતુ તેઓ આ દિવસે તેમના શીડયુલમાં રોકાયેલા હોવાથી તેઓ હોદ્દેદારો તરીકે પણ ચુંટણી લડવાથી વંચિત રહી શકે તેમ છે. જો આવું થાય તો લોકશાહી પર અને લોકશાહીની પ્રક્રિયા પર વ્રજઘાત થયેલો ગણાશે. વળી, જમાતના મોટાભાગના સભ્યો અને મતદારોનો વ્યવસાય શુભ પ્રસંગોએ રસોઈ કરવાનો હોય છે મુસ્લિમ સમાજમાં પણ આ દિવસે ઘણા લગ્નોત્સવ હોવાથી જમાતના મોટાભાગના સભ્યો અને મતદારો તેમને મળેલા પ્રીઓર્ડરને કારણે તેમાં રોકાયેલા રહેવાના છે. આ સંજોગોમાં તેઓ પણ ચુંટણીની પ્રક્રિયાથી વંચિત રહી શકે તેમ છે અને ચુંટણી કમિશ્નરોની નિમણુંકો બાબતે પણ જમાતમાં વાદવિવાદ ઉભો થયો છે અને બંધારણમાં જીલ્લાવાર મેમ્બરોની સંખ્યા નક્કી કરવામાં આવેલી છે. તેનાથી ઉપરવટ જઈ એક બે ફેરફારો થયેલા
છે તે બાબતે પણ વાદવિવાદ ઉભો થયો છે.
આમ સમગ્ર બાબતની કાયદેસરતા શંકાના દાયરામાં છે. સમગ્ર બાબતે મનોમંથન પછી અને સમાજના એટલે કે, જમાતના બુજુર્ગ લોકો સાથે સલાહ મશવરો કરીને જમાતનું બંધારણ વંચાણે લઇને બંધારણની કલમ ૧૪(૨૩) અને ૧૪ (૨૬) તેમજ પ્રમુખ તરીકેની સત્તાના આધારે અમો નીચે મુજબ હુકમ ફરમાવીએ છીએ.
-:હુકમમાં જણાવેલ બાબતો :-
તારીખ ૧૨-૧૨-૨૦૨૪ના રોજ યોજવામાં આવેલી જમાતની ચુંટણી ઉપરોક્ત કારણોસર મુલતવી રાખવાનું ઠરાવીએ છીએ અને તે બાબતે થયેલા તમામ ઠરાવો અને પરિપત્રો રદ જાહેર કરીએ છીએ અને સાથે સાથે નીમવામાં આવેલા ત્રણેય ચુંટણી કમિશ્નરની નિમણુંક પણ રદ કરવાનું ઠરાવીએ છીએ અને નવેસરથી ચુંટણી માટેની તારીખ નક્કી કરવા અને ચુંટણી પ્રક્રિયા સમગ્રપણે બંધારણની જોગવાઈઓ અનુસાર થાય તે માટે ચુંટણી પ્રક્રિયા જાહેર કરવા અને તે માટે નિર્ણય લેવા ફેબ્રુઆરી ૨૦૨૫ના બીજા અઠવાડીયામાં મેનેજિંગ કિમટીની મીટીંગ રાખવા માટે યોગ્ય કરવા જમાતના સેક્રેટરીને અનુરોધ કરીએ છીએ.
પ્રેસિડેન્ટ
“અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત”