Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદારોએ દરગાહની શુભેચ્છા મુલાકાત લીધી

નવનિયુક્ત વહીવટદારોએ સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો દરગાહ પરિસરમાં કોઈપણ ત્રાહિત વ્યક્તિ ખોટો વાદ-વિવાદ ઉભો કરશે તો તેની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. 

અમદાવાદ,તા.૨૧

શહેરના “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદાર જી.એચ. ખાન સાહેબ (Ex. DySp Gujarat Police)  સાથે તેમના મદદનીશ વહીવટદાર ફારૂક કંસારા (હમદર્દ) અને રિઝવાન કાદરી (બાપુ)એ દરગાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

દરગાહની મુલાકાત દરમિયાન વહીવટદાર ખાન સાહેબ અને તેમના મદદનીશ વહીવટદાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, દરગાહ પરિસરમાં  કોઈએ પણ ખાનગી વ્યક્તિને કોઈપણ જાતની ભેટ-સોગાદ કે, રોકડ રકમ નજરાના તરીકે આપવી નહી કે, કોઈપણ ત્રાહિત વ્યકતિઓએ દરગાહ પરિસરમાં બેસતા ફકીર કે, કોઈપણ છૂટક વસ્તુ વેચતા ગરીબ માણસો પાસેથી કોઈપણ જાતની રોકડ રકમનો વહેવાર કરવો નહી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈપણ ત્રાહિત વ્યક્તિ દ્વારા દરગાહની અંદર વિડિઓગ્રાફી કરી ખોટી રીતે વાયરલ કરશે તો આવા કૃત્ય કરતા વ્યક્તિ સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામા આવશે.  દરગાહ પરિસરમા 48 CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. આ વાતની જાણ દરગાહના માઈકથી એનાઉન્સમેન્ટ (એલાન) કરીને કરવામાં આવી હતી. જેની નોંધ અમદાવાદ શહેરના તમામ અકીદતમંદોએ લેવી જરૂરી છે.