Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

PSI જે.એમ.પઠાણનું એક્સિડન્ટ થતા અવસાન : એકસીડન્ટનું કારણ અકબંધ

(અબરાર એહમદ અલવી)

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. 

એસએમસી ટીમના પી.એસ.આઇ જે.એમ પઠાણ દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. તેમને બાતમી મળી હતી કે, ત્યાંથી એક Creta કાર દારૂ ભરેલી પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ એસએમસીની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા.

આ ઘટના વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા રોકાઈ નહી  અને ટ્રેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા અને સાથે ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયા હતા.

આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી ગયો Creta ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ આમાં ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટ્રેલરની પાછળના ભાગે અથડાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર લઇ જવામાં આવ્યા ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયુ હતું. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.