Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પાલનપુરના ફરદીનભાઈની ઈમાનદારીને સો-સો સલામ..! એક પરિવારની દિવાળી બગડતા બચાવી

(અબરાર એહમદ અલવી)

મુસ્લિમ સમાજનું ગૌરવ અને પાલનપુર મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર ફરદીનભાઈને અભિનંદન

આટલી મોટી રકમ જોઇને ભલભલાનો ઈમાન ડગમગી જાય પરંતુ ફરદીનભાઈએ આવા મોંઘવારીના સમયમાં ઈમાનદારીની મિશાલ કાયમ કરી 

પાલનપુર,તા.૩૦ 

પાલનપુર શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે પાંથાવાડાના રહેવાસી ચૌધરીભાઈનો ₹. 4,70,000થી ભરેલો થેલો રસ્તામાં પડી ગયો હતો. જે પૈસાથી ભરેલો થેલો ફરદીનભાઈને મળતા તેઓ વિચારમાં પડી ગયા હતા કે, હાલ દિવાળીનો પાવન પર્વ ચાલતો છે અને આવા સમયે આ જેનો પણ થેલો હશે તેની શું હાલત થતી હશે..? તહેવારના સમયે આટલી મોટી રકમ જેની ગુમ થયેલી છે તેનો અને તેના પરિવારનો તહેવાર બગડી જશે..? આવા અનેક સવાલો વચ્ચે ભક્તોની લીમડી ખાતે રહેતા ફરદીનભાઈએ આટલી મોટી રકમથી ભરેલો થેલો પોલીસ સ્ટેશને લઇ જઈને ત્યારબાદ પોલીસની હાજરીમાં ચાર લાખ 70 હજાર રૂપિયાથી ભરેલો થેલો મૂળ માલિક ચૌધરીભાઈને પરત આપીને ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ વાતની જાણ વોર્ડ નંબર 5ના જાગૃત કોર્પોરેટર સરફરાજ સિંધી અને મુસ્લિમ સમાજના આગેવાનો મોહમ્મદભાઈ પઠાણ અને સાદિકભાઈ સલાટને થતા તેઓ રાત્રે એક વાગે પાલનપુર નવા બસ સ્ટેન્ડ ખાતે જઈ મુસ્લિમ સમાજનું ગૌરવ અને પાલનપુર મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર ફરદીનભાઈને અભિનંદન પાઠવે છે અને મુસ્લિમ સમાજનું નામ રોશન કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરે છે.