Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ” દ્વારા ‘જશ્ન-એ-સૈયદ’ તથા ‘જશ્ન-એ-પીરાની અમ્મા’ અકીદતથી ઉજવાયો

(મોહમ્મદ રફીક શેખ)

“શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની મિયાં” સાહેબે હાજર જનોને બૈત કરાવી અશરફી સિલસિલામાં દાખલ કર્યા હતા. 

શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની અશરફી જીલાનીની અધ્યક્ષતામાં અને સૈયદ હમ્ઝા અશરફ અશરફીની આગેવાનીમાં ‘શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ’ દ્વારા રવિવારે મિરઝાપુર પ્રેયસ હાઇસ્કુલ મદની મસ્કન પાસે ”જશ્ન-એ-સૈયદ-૨૦૨૪’ તથા ‘જશ્ન-એ-પીરાની અમ્મા (રહે.)’ ખૂબ જ શાનો શૌકતથી મનાવવામાં આવ્યો હતો. જેમાં જાનશીને શૈખુલ ઇસ્લામ હઝરત હમ્ઝા અશરફે ઈમાન અફરોઝ નૂરાની તકરીર કરી હતી. ત્યારબાદ તેમણે સજરહ શરીફનું પઠન કર્યું હતું.

આ અગાઉ હલ્કા-એ-ઝિક્ર હઝરત સકલૈન અશરફે કરાવી હાજર જનોને રૂહાની ઝિકરે ઇલાહીથી ફૈઝયાબ કર્યા હતા. શાયરે ઇસ્લામ હઝરત ખાલીદ અનવર અશરફે પોતાની આગવી શૈલીમાં મન્કબત પેશ કરી હતી. શહેઝાદા-એ-ગાઝી -એ-મિલ્લત હઝરત સમદાની મિયાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની મિયાં સાહેબે હાજર જનોને બૈત કરાવી અશરફી સિલસિલામાં દાખલ કર્યા હતા. ત્યારબાદ હઝરત શૈખુલ ઈસ્લામના શુભ હસ્તે “કિતાબતે નિસ્વાં ઔર અસરી તકાઝે” તથા “અસ્માઉન્નબી લી હુસુલી બરકાતીસ્સમી” એમ બે કિતાબોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અંતમાં સૈયદ હમ્ઝા અશરફ સાહેબે દુઆ ફરમાવી હતી. આ કાર્યક્રમમાં દેશ અને રાજ્યભરમાંથી અશરફી સિલસિલાના ખલીફાઓ, મુરીદો અને અકીદતમંદોએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી શૈખુલ ઇસ્લામની ઝિયારત દિલ રોશન કર્યા હતા. ‘શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ’ના અગ્રણી જનાબ શૌક્ત ખાન અશરફીએ પ્રોગ્રામનું સફળ સંચાલન કર્યું હતું અને અંતે તેમણે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ’ના સભ્યો અને સ્વયંસેવકોએ ખુબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.