(રીઝવાન આંબલીયા)
શહેરના પીવીઆર ખાતે એક સુંદર મજાની ફીલ્મ “કર્મ વોલેટ” નામની ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર શો યોજાયો હતો, છ હાઉસફુલ ઓડી સાથે પ્રીમિયર રાખવામાં આવેલું હતું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ આર્ટિસ્ટ હાજર રહ્યા હતા, ઘણા બધા મુખ્ય મહેમાનો સાથે ધમાકાભેર ખૂબ જ ખુશનુમા વાતાવરણ સાથે પ્રીમિયર સક્સેસ રહ્યું હતું.
Film Review Jayesh Vora
“કર્મ વોલેટ” એક એવી ફિલ્મ છે, જેની રજૂઆત પહેલા કમસેકમ 10 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે રજૂ થઈ, અમુકના રીઝલ્ટ આવવાના બાકી છે, ત્રણ જગ્યાએથી વિનર જાહેર થઈ ગઈ છે, અને મુખ્ય કલાકાર #TusharSadhu તુષાર સાધુને શ્રેષ્ઠ અભિનેતા તરીકે અભિવાદન પણ મળ્યું.
ફિલ્મના ટાઈટલ પરથી જ ખબર પડી જશે કે, શ્રી ભગવદ્ ગીતા જેમાં ઘણા બધા કૃષ્ણના ઉદાહરણ છે, કર્મના સિદ્ધાંત પણ છે કર્મનો સિદ્ધાંત અલગ અલગ રીતે ઘણા ધર્મ ગુરુએ પોતાની રીતે રજૂ કર્યો છે. એક વર્ગ એવું માને છે કે, મારે એને મારવામાં કોઈ પાપ નથી. એક વર્ગ એવું પણ માને કે, આ તો બધી કૃષ્ણની લીલા છે. પણ ફિલ્મની અંદર બહુ સુંદર પોઈન્ટ રજૂ કર્યો છે જેને જોવા માટે આપણે પણ મેચ્યોર બનવું પડે. શ્રી ભગવત ગીતાની એવી વાત રજૂ કરી છે કે, માફ કરવામાં જ લાઈફ છે. માફી આપવામાં જ સંતોષ છે. તુષાર સાધુ હીરો તરીકે બદલો નથી લેતા પણ માફ કરી દે છે અને માફીની બહુ મોટી કિંમત પણ ચૂકવે છે.
ડાયરેક્ટરના મતે શ્રી ભગવદ્ ગીતાને આ ઉદ્દેશ સાથે રજૂ કરવામાં બહુ જ સફળ રહ્યા છે. મોટાભાગની ફિલ્મોમાં આપણે બદલો લઈને હેપી એનડીગની આશા રાખતા હોઈએ. અહીંયા તમને અલગ પ્રકારની માવજત જોવા મળશે. કંઈક નવું કરવા માટે ગુજરાતી હંમેશા તૈયાર જ હોય છે. એક તરફ જ્યારે બોલીવુડમાં ટાઈટલ અને સ્ટોરીના વાંધા છે ત્યારે આપણે ગુજરાતી નવા નવા ટાઈટલ સાથે નવી નવી સ્ટોરીઓ બનાવતા રહીએ છીએ.
🏵️ ફિલ્મને અનુરૂપ કૈલાશ ખેરનું ગીત જબરજસ્ત છે, આખી ફિલ્મમાં બેકગ્રાઉંડમાં એ ગીત સાંભળવાની બહુ મજા આવશે.
🏵️ તુષાર સાધુ એક ઉત્તમ અભિનેતા છે એમાં કોઈ શક નથી બહુ સરસ કામ કર્યું છે. મતલબ સિક્કાની બંને બાજુ નો અભિનય જબરદસ્ત રીતે એમણે આપ્યો છે. હર વખતે કંઈક નવું કરવાની તમન્ના સાથે તૈયાર હોય છે.
🏵️ અભિનેત્રી તરીકે શ્રેયા દવે અલગ રોલ છે, પણ મજબૂત કામ છે, ધીરે ધીરે સફળ વ્યક્તિ સાથે એમની કામ કરવાની સ્ટાઇલ અને એક બેબાક ડાયલોગ ડિલિવરી અને અભિનય આગળ જરૂર લઈ જશે..
🏵️ જય પંડ્યા પરફેક્ટ અને સેકન્ડ હીરો તરીકે જબરજસ્ત કામ છે, પ્રોડ્યુસર પણ છે, એમના રોલ વિશે વધુ નહીં લખાય કેમ કે, ક્લાઇમેક્સ હીરો છે.
🏵️ બાકી જેમીની ત્રિવેદી, પ્રશાંત બારોટ, હિરવ ત્રિવેદી, અતુલ પ્રજાપતિ, રોહિત પંચાલ, સુનિલ વાઘેલા, હર્ષા શાહ, પાર્થ પંડ્યા, સાહિલ પટેલ, આકાશ વિધાની, બ્રિજેશ અતુલ પ્રજાપતિ વગેરે ઘણા બધા આર્ટિસ્ટ છે જે પોતાનો પરફેક્ટ સપોર્ટિંગ રોલ છે.
🏵️ ખાસ થોડી વાત કરવાની છે પ્રશાંત બારોટ. Prashant Barot નાનો પણ જબરજસ્ત રોલ છે. એમની વાત કરવાની સ્ટાઈલ એક ઘેઘૂર અવાજ સાથે હંમેશા સરસ હોય જ છે. ફિલ્મની મહત્વની પંચ લાઈન પણ એમના ભાગે છે, મજા આવશે, જે કોઈ લોકોએ #રેવા ફિલ્મ જોઈ હશે? તો એટલો જ જાનદાર અભિનય પ્રશાંત બારોટ જીનો તમને આમાં જોવા મળશે…
🏵️ ટૂંકમાં એક નવી સ્ટોરી સાથે તાજગી ભરી ફિલ્મ છે ફુલ ફેમિલી સાથે અચૂક જોવા જજો. મજા આવશે. આપણા ગુજરાતી કંઈક નવું કરે તો આપણે નવું જોવા તો જવું જ જોઈએ. કેમ કે, નવી નવી વાનગી ચાખવાના અને ખાવાના આપણે શોખીન છીએ. તો એટલી મેચ્યોરિટી ફિલ્મ માટે પણ હોવી જોઈએ.
🌹 Special Thanks to Sahil Patel 🌹