Safeer News

Breaking News from Ahmedabad

દેશ દુનિયા

ચાઈનીઝ ગેમિંગ એપ : ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર, EDએ ૨૫ કરોડ જપ્ત કર્યા

ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું

ચીની નાગરિકો અરુણ સાહુ, આલોક સાહુ, ચેતન પ્રકાશ, જાેસેફ સ્ટાલિન સાથે ટેલિગ્રામ પર વાતચીત કરતા હતા અને ચારેય આ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ધરાવે છે.

નવી દિલ્હી,તા.૨૮
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચીનના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાઈનીઝ ઓનલાઈન ગેમિંગ એપ્લીકેશન સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ વખત, EDએ ઓનલાઈન ગેમિંગ એપ FIEWIN સાથે સંકળાયેલા ચાઈનીઝ નાગરિકોના ક્રિપ્ટો એકાઉન્ટ્‌‌સ ફ્રીઝ કરી દીધા છે.

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીની નાગરિકો પાસેથી ૨૫ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેમિંગ એપ દ્વારા ભારતમાંથી ૪૦૦ કરોડ રૂપિયા ચીન પહોંચ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ભારતના ચાર નાગરિકોની પણ ધરપકડ કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ખુલાસો થયો હતો કે, ભારતમાં આ ગેપિંગ દ્વારા ચીનના મૂળના નાગરિકોએ ભારતમાં મોટી કમાણી કરી હતી અને કમાણી કરેલા લગભગ ૪૦૦ કરોડ રૂપિયા ચીન મોકલી દીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ત્રણ ચીની નાગરિકોના ૩ ક્રિપ્ટો એકાઉન્ટ જપ્ત કર્યા છે. ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. આ રીતે ચીનના ૪૦૦ કરોડના ગેમિંગ એપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

વાસ્તવમાં, થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ આ ગેમિંગ એપ વિરુદ્ધ દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને કેટલાક ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી અને પછી ખબર પડી હતી કે, આ ગેમિંગ એપ દ્વારા ભારતના ૪૦૦ કરોડ રૂપિયા ચીનમાં કેવી રીતે પહોંચ્યા છે. FIEWIN એપ આધારિત ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ છેતરપિંડીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે અગાઉ ૧૬ મે ૨૦૨૩ના રોજ કોલકાતાના કોસીપોર પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ગેમિંગ એપ ફીવીન દ્વારા છેતરપિંડી અને ષડયંત્ર માટે IPCની કલમ ૪૨૦, ૪૦૬ અને ૧૨૦B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA હેઠળ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે, ચીની નાગરિકો ભારતીય નાગરિકોની મદદથી આ એપ ચલાવી રહ્યા છે. ફીવીન એપ દ્વારા ઓનલાઈન ગેમર્સ પાસેથી એકત્ર કરાયેલા નાણાં બહુવિધ વ્યક્તિઓ (જેને રિચાર્જ પર્સન કહેવાય છે)ના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. બદલામાં, એપ માલિકો રિચાર્જ માટે કમિશન ચૂકવતા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે, ઓરિસ્સાના રાઉરકેલાના રહેવાસી અરુણ સાહુ અને આલોક સાહુએ “રિચાર્જ વ્યક્તિઓ” તરીકે કામ કર્યું હતું. ફીવીન એપ્લિકેશન દ્વારા તેમના બેંક ખાતામાં મળેલા નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. તેઓએ ફીવિન એપમાંથી કમાયેલી ક્રિપ્ટો કરન્સીને વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ એટલે કે, બાઈનન્સ પર ચીની નાગરિકોના વોલેટમાં જમા કરાવ્યું હતું.

અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે, ફીવિન એપ આધારિત છેતરપિંડી દ્વારા આશરે રૂ. ૪૦૦ કરોડની કમાણી કરવામાં આવી છે અને આ નાણા ચીની નાગરિકોના નામે ૮ બાઈનન્સ વોલેટમાં જમા કરવામાં આવ્યા હતા, એક્સેસ આઈપી લોગ્સ દ્વારા જાણવા મળ્યું છે કે, આ વોલેટ્‌‌સ ચીનથી ચલાવવામાં આવી રહ્યા હતા. ચીની નાગરિકો અરુણ સાહુ, આલોક સાહુ, ચેતન પ્રકાશ, જાેસેફ સ્ટાલિન સાથે ટેલિગ્રામ પર વાતચીત કરતા હતા અને ચારેય આ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ધરાવે છે. આ તમામ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

(જી.એન.એસ)