પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “મારું ઘર વિશ્વામિત્રી નદીની બાજુમાં છે, હું એમ્પાયર-૧માં રહું છું, આવા પૂર ત્યાં અવારનવાર આવ્યા કરે છે.
વડોદરા,તા.૧૬
આ વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ લોકોને એટલે બધા હેરાન કરી નાખ્યા છે કે, અમુક લોકો વડોદરા છોડી જવા તૈયાર છે. નદીના પાણીએ વધુ વરસાદ વરસ્યા બાદ લોકોના ઘરોમાં ઘૂસીને ધરાશાયી કર્યા હતા, સાથે જ વડોદરા વાસીઓ તંત્ર સામે લાચાર પણ બન્યા છે.
આ બધા સંજાેગો જાેતાં એક નાગરિકે આવનાર સમયમાં જાે ગંભીર પૂરની પરિસ્થિતિ સર્જાય તો તેની સામે લડવા માટે પોતાની બોટ વસાવી લીધી. જાે કે, આ બોટ ખરીદવા માટે તેણે તેની પત્નીના ઘરેણાં વેચવા પડ્યા હતા. સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ લોકોને પૂરથી બચવા માટે તરાપો, દોરડા અને બોટ લેવાની સલાહ આપી હતી. શીતલ મિસ્ત્રીની સલાહને વડોદરાવાસીઓએ નારાજગી સાથે સ્વીકારી છે.
વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી એમ્પાયર ટાઉનશીપમાં રહેતા રહીશોએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની સલાહથી બોટ બનાવી છે. ચિરાગ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે, તેણે તેની પત્નીના દાગીના ગીરવે મૂકીને બોટ ખરીદી છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં ચિરાગ બ્રહ્મભટ્ટનું ઘર ડૂબી ગયું હતું. જેથી તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડયો છે. પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “મારું ઘર વિશ્વામિત્રી નદીની બાજુમાં છે. હું એમ્પાયર-૧માં રહું છું. આવા પૂર ત્યાં અવારનવાર આવે છે, તેથી મેં પણ વિચાર્યું કે, સિસ્ટમ પાસેથી વધુ અપેક્ષા રાખ્યા વિના મારે બોટ ખરીદવી જાેઈએ જેની ખરેખર જરૂર છે.
(જી.એન.એસ)