Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “RADIANCE ICONIC AWARD”નું હોટલ પ્રાઈડ ખાતે આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા)

શહેરના હોટલ પ્રાઈડ ખાતે રેડીનસ આઈકોનિક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન મિરલ ફાઉન્ડેશનના આયોજક મીતાબેન જાનીએ આ કાર્યક્રમને ઉજાગર કર્યો હતો.

મીતાબેન જાની અવારનવાર આવા કાર્યક્રમો દ્વારા સમગ્ર ભારતથી જ્યોતિષ, વાસ્તુ, ટેરોકાર્ડ જેવા અલગ-અલગ ક્ષેત્રના મહાનુભાવોને એક જ પ્લેટફોર્મ પર એકત્રિત કરી એકબીજાની બીજને આપ લે થાય એના માટેનું સુંદર આયોજન હંમેશા કરતા હોય છે. જેમાં સેલિબ્રિટી દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

આ વખતે બોલીવુડ સ્ટાર કાયના અરોરા (અભિનેત્રી)ના હસ્તે દરેક મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મિડીયા સપોર્ટ તરીકે સન ટુડે અને આંખો દેખી ન્યુઝને પણ આમંત્રિત કરવામાં આવ્યું હતું.

(Jayesh Vora)