Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“A.B.C ટ્રસ્ટ”ના સહયોગથી ઝોન-3ના પોલીસ સ્ટાફ માટે ‘ફ્રી મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું

આ કેમ્પમાં લોહીની તપાસ ફેફસાંની તપાસ કેલ્સિયમની તપાસ આંખોની તપાસ તદન ફ્રી કરવામાં આવી હતી.

અમદાવાદ,તા.૧૧/૮/૨૦૨૪

શહેરના APMC જમાલપુર હોલ હાથીખાના સામે ઝોન-3ના તમામ પોલીસ સ્ટાફ માટે રવિવારે “A.B.C ટ્રસ્ટ” અમદાવાદના સહયોગથી ‘ફ્રી મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કાર્ડિયોલોજીસ્ટ, નેફોલોજી, નીરોલોજીસ્ટ, પ્લમોલોજીસ્ટ, ગેસ્ટો, સાયક્યટ્રીસ, ફીઝીસીયન, ગાયેનેક, ઓથોપેડિક, આંખના રોગના ચામડીના રોગના, દાંતના રોગોના ડાઇટીશીયન, વ્યસન મુક્તિ ફીઝીયોથેરાપીસટ અને એકીયુપ્રેસર દ્વારા તમામ લોકોને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

આ કેમ્પમાં લોહીની તપાસ ફેફસાંની તપાસ કેલ્સિયમની તપાસ આંખોની તપાસ તદન ફ્રી કરવામાં આવી હતી. આ કેમ્પમાં આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા પોલીસ સ્ટાફના માણસોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં Pl એચ.વી.ભાટી સીનીયર પોલીસ ઇન્સ્પેકટર અને  એચ.વી.ધંધુકીયા. સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Pl એચ.વી.ભાટી સીનીયર પોલીસ ઇન્સ્પેકટર અને  એચ.વી.ધંધુકીયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટરે “A.B.C ટ્રસ્ટ”ના પ્રેસીડેન્ટ જી.એ.શેખ (મુન્નાભાઈ)નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

“A.B.C ટ્રસ્ટ”ના પ્રેસીડેન્ટ જી.એ.શેખ (મુન્નાભાઈ)ના જણાવ્યા પ્રમાણે આ કેમ્પ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્રારા ઝોન-3ના  તમામ પોલીસ સ્ટાફ માટે તદન ફ્રી રાખવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફે લાભ લીધો હતો.