Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

સાઉથ સ્ટાર યશની પાંચ ફિલ્મો KGF કરતા પણ છે જાેરદાર

ફિલ્મ ‘ગજકેસરી’ એક ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં યશે એક અલગ પાત્ર ભજવ્યું છે.

મુંબઇ,તા.૦૫
સાઉથનો સ્ટાર યશ હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો ફૂલ પૈસા વસુલ હોય છે. યશે KGF સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે.

એક્શન-ડ્રામા ફિલ્મ રાજા હુલીમાં યશનો એક્શન અવતાર જાેવા મળી શકે છે. ફિલ્મની વાર્તા અને એક્શન સિક્વન્સ દર્શકોનું મનોરંજન કરે છે. રોમેન્ટિક કોમેડી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ રામચારીમાં યશે એક અલગ જ અવતાર બતાવ્યો હતો. દર્શકોને ફિલ્મની વાર્તા અને કોમેડી ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મ ગુગલી એક મજેદાર રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, ફિલ્મ ગૂગલીમાં યશનું કોમિક ટાઈમિંગ જાેવા જેવું છે. ફિલ્મની વાર્તા અને સંગીત પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું. ફિલ્મ ગજકેસરી એક ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં યશે એક અલગ પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તા અને એક્શનથી ભરપૂર દ્રશ્યોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ સાંથુ સ્ટ્રેટ ફોરવર્ડ એક્શન કોમેડી ફિલ્મમાં યશનું કોમિક ટાઈમિંગ અને એક્શન બંને જાેઈ શકાય છે. ફિલ્મની ફની સ્ટોરી અને જબરદસ્ત એક્શન તેને દર્શકોની પસંદ બનાવે છે.

 

(જી.એન.એસ)