Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

પાકિસ્તાનના બોલર હસનઅલીએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા

કામરાન અકમલે કહ્યું કે, ભારતે દરેક ક્ષેત્રે ઉમદા રમત દાખવી, ટીમ વર્કનું ઉમદા ઉદાહરણ સાબિત કર્યું છે. તેણે સૂર્યાકુમારના કેચના પણ મ્હોફાંટ વખાણ કર્યાં છે.

ઇસ્લામાબાદ/નવીદિલ્હી,
સામાન્ય રીતે ક્રિકેટ સહીતની તમામ રમતોમાં ભારતીય ખેલાડીઓ ખેલદીલી દાખવીને જીતનારને વ્યક્તિગત અભિનંદન આપતા હોય છે. પરંતુ પાકિસ્તાનમાં તો આનાથી ઉલટો પ્રવાહ વહે છે. શનિવારે, વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં રમાયેલ T20 ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રને હાર આપી હતી. ભારતના આ ભવ્ય રોમાંચકારી વિજયને, વિશ્વના અનેક ક્રિકેટ ખેલાડીઓએ વધાવી લેતા સંદેશ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા.

પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરોએ કટ્ટરવાદી-ટિકાકારોની પરવા કર્યા વિના ખેલદીલી દાખવીને ભારતના ભવ્ય અને રોમાંચકારી વિજયને વધાવતા સંદેશ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં છે.

પાકિસ્તાનના બોલર હસનઅલીએ ભારતીય ક્રિકેટ ટિમને અભિનંદન આપતા કહ્યું છે કે, શુ મેચ હતી. અદભુત ફાઈનલ, T20 ક્રિકેટ વિશ્વ કપ જીતવા બદલ ભારતને અભિનંદન. જાે કે, તેણે સાઉથ આફ્રિકાની લડતને પણ વખાણી છે. તો પાકિસ્તાનના બેટ્‌‌સમેન મહમંદ હાફિઝે પોતાના ટિ્‌‌વટર એકાઉન્ટ પર ભારતની સાથે સાથે રોહીત શર્મા, જસપ્રિત બુમરાહ, ર્હાદિક પંડ્‌‌યા, બીસીસીઆઈને ટેગ કરીને અભિનંદન આપવાની સાથે સાથે રમતને વખાણી છે. ઉમર અકમલે પણ ટિ્‌‌વટર પર ઉપરા ઉપરી બે પોસ્ટ કરીને ભારતને ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. કામરાન અકમલે કહ્યું છે કે, ભારતે દરેક ક્ષેત્રે ઉમદા રમત દાખવી, ટિમ વર્કનું ઉમદા ઉદાહરણ સાબિત કર્યું છે. તેણે સૂર્યાકુમારના કેચના પણ મ્હોફાંટ વખાણ કર્યાં છે. એક સમયે હાથમાંથી સરકી રહેલ મેચમાં ભારત જે રીતે ૧૬મી ઓવરમાં પરત ફર્યું તેના પણ કામરાન અકમલે વખાણ કર્યાં છે.

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટિમની ખેલાડી ફાતિમા સનાએ પણ ટિમ ઈન્ડિયાના વખાણ કરવાની સાથે જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ફાતિમાએ વિરાટ કોહલીની T20 ક્રિકેટમાંથી નિવૃતિને પણ બખુબી વધાવી લીધી છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર, શોએબ અખ્તર પોતાની તીખી પ્રતિક્રિયા આપવા માટે જાણીતો છે. શોએબ અખ્તરે પોતાના ટિ્‌‌વટર પર એક વીડિયો પોસ્ટ કરીને ભારતને અભિનંદન આપ્યાં છે.

પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરોએ, પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડ, કટ્ટરવાદી ટીકાકારોની કોઈ પણ જાતની ચિંતા કે, પરવા કર્યા વિના ખેલદીલી દાખવીને, ટી૨૦ વિશ્વ કપમાં ભારતની ભવ્ય જીતને અનેરા શબ્દોમાં સોશિયલ મીડિયામાં વધાવી લીધી છે.

 

(જી.એન.એસ)