Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીય)

S2G2 ફિલ્મ ક્લાઈમેક્ષના સીન સાથે બાળકોના અપહરણથી ચાલુ થાય છે, છેક સુધી એક સસ્પેન્સ ક્રિએટ કરવામાં કામયાબ છે આ ફિલ્મ

શહેરના PVR એક્રોપોલીસ મોલ, થલતેજ ખાતે ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું જેમાં આ ફિલ્મ સાથે જોડાયેલા બધા કલાકારો જોડાયા હતા.

ગુજરાતી ફિલ્મ જગતનો અત્યારે સ્ટોરી બાબતે સુવર્ણયુગ ચાલી રહ્યો છે. લોકો સાથે સાથે હિન્દી ડબીંગમાં પણ ગુજરાતી ફિલ્મ જોવાનું પસંદ કરે છે દાખલા તરીકે કસુંબો અને વંશ જેવી ફિલ્મ રીમેક્સ પણ થઈ, જેનાથી ઘણા લોકોએ સાથે જ ડબીંગનો પ્રયોગ ચાલુ કર્યો છે, આવી બાબત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે શહારના લાયક છે, હાલના સમયમાં ખુબ જ અલગ-અલગ વિષય પર ફિલ્માંકન થાય છે.

આવી જ એક ફિલ્મ એટલે S2G2 ફિલ્મ ક્લાઈમેક્ષના સીન સાથે બાળકોના અપહરણથી ચાલુ થાય છે, છેક સુધી એક સસ્પેન્સ ક્રિએટ કરવામાં કામયાબ છે. ઇન્ટરવલમાં પણ લોકોમાં ચર્ચા હતી તે નક્કી આજ હશે, અથવા તો આ જ હશે, કંઈક અલગ કરવામાં સફળ પણ રહ્યા, સાથે સરસ મજાની લવ સ્ટોરી પણ ક્રિએટ કરવામાં આવી છે. એક્સ્ટ્રા મસાલા તરીકે એના મિત્રની કોમેડી લવ સ્ટોરી પણ પેરેલલ ચાલે છે. મતલબ એક ફિલ્મમાં ત્રણ એંગલની મજા છે અને આ ત્રણેય સ્ટોરીને સાથે ચલાવવામાં લખાણ કાબીલે તારીફ છે. મતલબ કે, રોમાન્સ-રોમાંચ-કોમેડી આ બધો જ મસાલો એટલે -ને એક કમ્પ્લીટ પૈસા વસૂલ ફેમિલી વેકેશન ફિલ્મ… તો બાળકો સાથે ગરમીમાં ઠંડા માણીને જોવા જજો.

S2G2 ફિલ્મના બધા જ આર્ટિસ્ટ જાણીતા છે. એક્ટિંગ, ડાઈલોગ ડિલિવરી અને એકસન થકી ફિલ્મ જોરદાર બની છે.

કલાકારોમાં મુખ્ય મૌલિક ચૌહાણ એક્શન, ડાઈલોગમા પોતાના દરેક શેડમા છવાઈ જાય છે. દુરના ખેલાડી છે. લાંબી જર્નીના…
* કથા પટેલ આકર્ષક અને સુંદર દેખાય છે. લવ એંગલમા પરફેક્ટ.
* અર્ચન ત્રિવેદી, પ્રિયલ ભટ્ટ અને શ્રેય કોમેડીમાં યથાવત.
* પ્રિયલનો ચાર્મિંગ લૂક અને એમનો અભિનય પણ પ્રભાવિત કરનારો છે. હીરોના ફ્રેન્ડની સાથે હિરોઈનની ફ્રેન્ડ પણ મૂકી છે.
* અર્ચન ત્રિવેદી ફિલ્મમાં હાસ્ય અને ઈમોશન્સનો ડબલ ડોઝ લાવે છે. થોડી સેકન્ડ માટે પરેશ રાવલ યાદ આવી જાય કલ્પેશ પટેલ આમ બધા જ કલાકારો પરફેક્ટ પર્ફોર્મન્સ આપેલ છે.

S2G2 ફિલ્મમાં જણાવ્યું તેમ માણવાની છે, અને સસ્પેન્સ જાળવવાનું છે, માટે આગળ લખીશ નહીં, માણીને આવો…
સમાજના સવાલોના જવાબ તમને – આપે છે.

આ એક મસાલા ફિલ્મ હોવાથી એમાં એક્શન, સસ્પેન્સ, મારધાડ, રોમાન્સ, કોમેડી અને પારિવારિક મૂલ્યો એમ બધા નો સમન્વય છે. ફિલ્મ ૧૦૦ ટકા એન્ટરટેઈનીંગ છે.

રાકેશ શાહ પરફેક્ટ ડિરેકશન..મીરલ શાહ
કચ્છ/ભુજ/માંડવીની નજીકના શૂટિંગ લોકેશન્સ પરનું લવસોંગ મજાના છે. બોલીવુડ ટક્કર ટાઇપ ફિલ્મ એટલે…S2G2  
ફિલ્મ S2G2માં કેમેરા એંગલ સાથે એડિટિંગ ખુબ જ પ્રભાવિત કરે છે. ૨ કલાકની આ ફિલ્મ સહપરિવાર સાથે જોવા લાયક છે.