Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ઈંગ્લેન્ડની રહેવાસી ૧૮ વર્ષની મિલી મેકનેશને એવી બીમારી છે કે, જાણે તે જીવતી હોવા છતાં મરી ગઈ હોય તેવું લાગે છે

પ્રારંભિક સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો ન હતો, ત્યારે ડૉક્ટરને ખબર પડી કે, તેને માયાલ્જિક એન્સેફાલોમીલાઇટિસ ચેપ છે.

ઈંગ્લેન્ડ,તા.૦૮
આ દુનિયામાં ઘણી એવી બીમારીઓ છે, જે ખૂબ જ દુર્લભ છે અને તેમને જાેયા પછી માણસોને તો છોડી દો, ડૉક્ટરો પણ એક ક્ષણ માટે ડરી જાય છે. આ વિશે જાણ્યા પછી, તમે પણ વિચારવા લાગશો કે, શું આવી તબીબી સ્થિતિ પણ થઈ શકે છે..?

ભલે દુનિયામાં બહુ ઓછા લોકો આ રોગથી પીડાય છે, પરંતુ તેના વિશે જાણ્યા પછી, તમે પણ વિચારવા લાગશો કે, શું આવી તબીબી સ્થિતિ પણ થઈ શકે છે..? આવી જ એક બીમારી આજકાલ લોકોમાં ચર્ચામાં છે. એક અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલા અહેવાલ મુજબ ઈંગ્લેન્ડની રહેવાસી ૧૮ વર્ષની મિલી મેકેન્શ પણ આવી જ બીમારીથી પીડિત છે. આ છોકરીને એવી દુર્લભ બીમારી છે, જેના કારણે તે ન તો રડી શકે છે અને ન તો બોલી શકે છે. હાલત એવી છે કે, તે ચાલી પણ શકતી નથી. પોતે પણ કંઈ ખાઈ-પી શકતી નથી. તેને દરેક ક્ષણે એક જ ભય સતાવે છે કે, તે હવે ગમે ત્યારે મરી શકે છે. પરિસ્થિતિ એવી છે કે, સીટીનો અવાજ પણ છોકરીને બોમ્બ વિસ્ફોટ જેવો લાગે છે.

શરૂઆતમાં પરિવારના સભ્યોએ ડોક્ટરની સલાહ લીધી અને વિચાર્યું કે, કદાચ ખાવા-પીવાની સમસ્યા છે. પરંતુ જ્યારે પ્રારંભિક સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો ન હતો, ત્યારે ડૉક્ટરને ખબર પડી કે, તેને માયાલ્જિક એન્સેફાલોમીલાઇટિસ ચેપ છે. આ રોગમાં શરીર સંપૂર્ણ રીતે અક્ષમ થઈ જાય છે અને આશ્ચર્યની વાત એ છે કે, આ રોગના કારણે દર્દીનું મૃત્યુ થાય છે. કારણ કે તેની કોઈ સારવાર શક્ય નથી.

મિલીની માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેની દીકરી માટે હવે તેનું જીવન નર્ક બની ગયું છે. મારી પુત્રી દરરોજ ઘરે જવા માટે વિનંતી કરે છે. તે રડતી વખતે આ કહેતી રહે છે. તે વારંવાર મને તેના ઘરે લઈ જવા માટે કહે છે. આપણે અહીં જ મરી જઈશું. હું મારી દીકરીને હવે આ સ્થિતિમાં જાેઈ શકતી નથી.

 

(જી.એન.એસ)