Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ફાઇનાન્સ કર્મચારીએ હપ્તો નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપતા મહિલાએ આત્મહત્યા કરી લીધી

ગ્રામજનોનો આરોપ છે કે, ફાઇનાન્સ કર્મચારીએ મહિલાને હપ્તા નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી, આ કારણે મહિલા તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

બિહાર,તા.૦૭
બિહારના બેગુસરાયમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોવિંદપુરમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી. આરોપ છે કે, મહિલાએ આ ત્યારે કર્યું જ્યારે ફાઇનાન્સ કંપનીનો કર્મચારી તેની પાસેથી હપ્તો લેવા આવ્યો. પૈસાની અછતને કારણે ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ તેને ઠપકો આપ્યો, ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને પૈસા આપી દીધા. પૈસા લેતી વખતે કર્મચારીએ મહિલાને હપ્તા નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપી હતી, ગ્રામજનોનો આરોપ છે કે, આ કારણે મહિલા તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટના ગોવિંદપુર-૩ પંચાયતના સુરો ઓઝા ટોલામાં બની હતી. અહીં કંચન દેવી તેના પતિ (દિલીપ મહતો) અને ત્રણ બાળકો સાથે રહેતી હતી. દિલીપ અને કંચન બંને મજૂરી કામ કરે છે. અહેવાલો અનુસાર, કંચનના પતિ દિલીપ મહતો ઓક્ટોબરમાં બીમાર પડ્યા હતા, જેની સારવાર માટે કંચને ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩ના LNT નામની ફાઇનાન્સ કંપની પાસેથી ૬૭,૭૩૮ રૂપિયાની લોન લીધી હતી. કંચને આ લોન બે વર્ષ માટે લીધી હતી, જેના માટે તે દર મહિને ૩૬૫૦ રૂપિયાના હપ્તા ભરતી હતી. આ ક્રમમાં LNT ફાયનાન્સ કંપનીનો કર્મચારી હપ્તો લેવા કંચનના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન કંચન ઘરે એકલી હતી અને તેની પાસે પૈસા પણ નહોતા. કર્મચારીએ હપ્તા માંગ્યા તો કંચને કહ્યું કે, આજે પૈસા નથી, તમે કાલે આવજાે. તે આવતીકાલ સુધીમાં પૈસાની વ્યવસ્થા કરશે. કંચનના ઝૂંપડાની બહાર ફાયનાન્સ કંપનીનો કર્મચારી બેઠો હતો. પૈસાની અછતની વાત સાંભળીને ગુસ્સે ભરાયેલા કર્મચારીએ કંચનને ઠપકો આપ્યો અને તેનું અપમાન કર્યું. તેમની વાત સાંભળીને વિસ્તારના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. લોકોએ કંચનને મદદ કરી અને ૩૦૦૦ રૂપિયા રોકડા અને બાકીના ૬૫૦ રૂપિયા UPI દ્વારા ફાયનાન્સ કંપનીના કર્મચારીને ટ્રાન્સફર કર્યા હતા.

આ પછી પણ તે ફાયનાન્સ કર્મચારી સંમત ન થયો અને જતી વખતે તેણે કંચનને ધમકી આપી કે, જાે તે સમયસર હપ્તા નહીં ભરે તો તેને જેલમાં મોકલી દેશે. આ સાંભળીને કંચન ખૂબ જ શરમાઈ ગઈ હતી. ફાયનાન્સ કર્મચારીના ગયા બાદ તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પતિ સાંજે કામ કરીને ઘરે પરત ફર્યો અને ઝૂંપડાની અંદર જાેયું તો તે ચોંકી ગયો હતો. તેણે કંચનનો મૃતદેહ ફાંસીથી લટકતો જાેયો. આ દ્રશ્ય જાેઈ તેના બાળકો પણ ત્યાં આવી ગયા અને ચીસો પાડવા લાગ્યા. પરિવારની ચીસો સાંભળીને ગામના લોકો પણ કંચનના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે સમગ્ર વાત જણાવી. ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી.

 

(જી.એન.એસ)