Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૨ વર્ષનો બાળક ૫ રૂપિયાનો સિક્કો ગળી જતાં ઓપરેશન કરવું પડ્યું

આ કિસ્સો માતા પિતા માટે લાલ બત્તી સમાન બનીને સામે આવ્યો છે.

સુરત,તા.૧૪
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારનો બે વર્ષનો બાળક રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થયું હતું. જ્યાં બાળકને લઈ તાત્કાલિક ધોરણે પરિવાર સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી સિક્કો બહાર કાઢ્યો હતો. જે બાદ પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે, આ કિસ્સો માતા પિતા માટે લાલ બત્તી સમાન બનીને સામે આવ્યો છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પ્રભુનગર ખાતે રહેતા સદ્દામ હુસૈનનો બે વર્ષનો પુત્ર રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. આ કારણે પરિવારજનો દોડતા થઈ ગયા હતા. બાળક સિક્કો ગળી જવાની જાણ થતા પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક બાળકને લઈ પરિવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં જરૂરી એકસ-રે સહિતના રિપોર્ટ કાઢી તબીબો દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. એક્સ-રે રિપોર્ટમાં બાળકની શ્વાસ નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાયો હોવાનું બહાર આવ્યું હતું. બાળકની શ્વાસ નળીમાં સિક્કો ફસાયો હોવાના કારણે તેને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી ઓપરેશન કરવું પણ જરૂરી હતું. જેથી સિક્કો કાઢવા માટે અંતે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કલાકો સુધી ચાલેલા ઓપરેશન બાદ સફળતાપૂર્વક શ્વાસળીમાં ફસાયેલા રૂપિયા પાંચના સિક્કાને બહાર કાઢવામાં નવી સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા મળી હતી. જે બાદ પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સિક્કો બહાર કાઢી બાળકને નવજીવન આપતા પરિવારજનોએ પણ હૃદય પૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ સુરતમાં બનેલી આ ઘટના અન્ય માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે. કારણ કે, આ ઘટનામાં બાળકના પિતા સદ્દામ હુસેન કામે જતા પહેલા રૂપિયા ૫નો સિક્કો આપી ગયા હતા. જે સિક્કો રમત રમતમાં બાળક ગળી જતા આ ઘટના સામે આવી હતી. જેથી આવા માતા પિતાએ પણ ચેતવાની જરૂર છે. પિતા નોકરીએ જતા સમયે બાળક રડતું હોવાથી તેને પાંચ રૂપિયાનો સિક્કો હાથમાં આપીને ગયા હતા. જેમાં રમત રમતમાં બાળક સિક્કો ગળી ગયો હતો. જાે તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજાે…

 

(જી.એન.એસ)