૩૧ મે ચતુર્ગ્રહી યોગ : બુધ, બુદ્ધિ, વાણી, વ્યવસાયનો ગ્રહ, શુક્રની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે
મે મહિનાનો છેલ્લો દિવસ વૈદિક જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે
તા.૩૧
૩૧ મેના રોજ ચાર ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે જે ચતુર્ગ્રહી યોગ બનાવશે. ૩૧ મે એટલે આજ રોજ બુધ, બુદ્ધિ, વાણી, વ્યવસાયનો ગ્રહ, શુક્રની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સૂર્ય, શુક્ર અને ગુરુ પહેલાથી જ વૃષભ રાશિમાં હાજર છે. આ રીતે વૃષભ રાશિમાં ચાર ગ્રહોના સંયોગથી ચતુર્ગ્રહી યોગ બનશે.
ચતુર્ગ્રહી યોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રને પ્રેમ, લક્ઝરી, આકર્ષણ, સૌંદર્ય અને કલા માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે, જ્યારે બુધ બુદ્ધિ, વેપાર અને સંચાર માટે જવાબદાર ગ્રહ છે.
૩૧ મેના રોજ બુધ વૃષભ રાશિમાં ગોચર કરશે અને વૃષભનો શાસક ગ્રહ શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ અને શુક્ર વચ્ચે મિત્રતાની લાગણી છે. આ રીતે, બુધ તેના મિત્ર રાશિમાં ગોચર થવાને કારણે, કેટલીક રાશિના લોકોને તેમની કારકિર્દીમાં સારો લાભ મળી શકે છે.
-:આ ગ્રહના ગોચરથી કઈ રશીઓમાં સર દેખાશેઃ-
કન્યા રાશિ
વૃષભમાં બુધનું ગોચર અને તેનાથી બનેલો ચતુર્ગ્રહી યોગ કન્યા રાશિના લોકોની કારકિર્દીમાં સારી સ્થિતિ આપશે. કરિયરમાં સારી વૃદ્ધિની સંભાવના છે. નોકરી કરતા લોકોને નવી નોકરી માટે સારી તક મળી શકે છે. આ સિવાય જે લોકો વ્યાપાર અને વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને સારો નફો મળી શકે છે. નાણાકીય લાભની તકો વધશે અને તમને કાર્યસ્થળમાં સારી સફળતા મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે, ૩૧ મેના રોજ વૃષભ રાશિનું સંક્રમણ તમારી કારકિર્દી માટે સારો સંકેત છે. તમને નવી તકો મળશે. તમને કારકિર્દીમાં પ્રગતિ માટે ઘણી તકો મળશે. નોકરીમાં પ્રમોશનની સારી તકો છે. જેઓ કોઈ વ્યવસાયમાં છે તેમને સારો ઓર્ડર મળી શકે છે.
કુંભ રાશિ
વૃષભ રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય અને ગુરૂ એકસાથે હોવાને કારણે બનેલો ચતુર્ગ્રહી યોગ કુંભ રાશિના જાતકોને ઘણો લાભ આપી શકે છે. નોકરી કરતા લોકોને સારો લાભ અને પ્રગતિની તકો મળશે. વ્યાપાર ક્ષેત્રે બનાવેલ અનેક પ્રકારની વ્યૂહરચના અસરકારક અને ફળદાયી રહેશે. અચાનક નાણાકીય લાભની તકો મળશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે બુધનો શુક્રમાં પ્રવેશ વરદાનથી ઓછો નથી. તમે તમારી કારકિર્દીમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશો અને ઘણા સકારાત્મક ફેરફારો જોશો. સારી તકોના આગમન સાથે તમારું બેંક બેલેન્સ વધશે. ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમે દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો.
(જી.એન.એસ)