Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં આગામી ૨૯ સપ્ટેમ્બરે “વિશ્વ હૃદય દિવસ” નિમિત્તે ૧૦ કિમી.ની હેલ્થ રનનું આયોજન

(રીઝવાન આંબલીયા)

આ હેલ્થ રનમાં તમે પણ ભાગ લઈ શકો છે જેના માટે આપે ડીકૅથલોનની ઓફિશિયલ વેબસાઈટ અને એપ ડીકૅથલોન પ્લે પરથી થઈ શકશે.

અમદાવાદ,તા.૨૩ 

૨૯ સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ હૃદય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે જેમાં હૃદયની જાળવણી માટે ક્યા ક્યા પગલાંઓ લઈ શકાય અને સારું આરોગ્ય તમારા જીવનમાં ખૂબ જરૂરી છે તે સમજાવવા માટે આ દિવસે અલગ અલગ કાર્યક્રમોના આયોજન થતા હોય છે.

આ ઉપક્રમે આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ૧૦ કિમી. હેલ્થ રનનું એક ખાસ આયોજન જાણીતી રમત ગમતના સાધનો બનાવતી કંપની ડીકેથલોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અમદાવાદના કોઈપણ નાગરિકો ભાગ લઈ સ્વસ્થ હૃદય પ્રત્યે પોતાની જવાબદારી સમજી અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરશે.

આ કાર્યક્રમમાં વિવિધ સામાજીક સંસ્થાઓ, હોસ્પિટલો અને હૃદય રોગથી બચવા માટે ક્યા ક્યા ઉપાયો થઈ શકે તે વિષયના નિષ્ણાંત તબીબો અને જાણકારો જોડાશે અને ભાગ લેનાર સૌને યોગ્ય માહિતી આપશે સાથે જ ડીકૅથલોન દ્વારા ભાગ લેનાર સૌને મેરેથોન માટે જરૂરી માર્ગદર્શન, કીટ અને વિવિધ ઇનામો પણ આપવામાં આવશે.

આ હેલ્થ રન ડીકૅથલોન મોટેરા વિસ્તારથી શરૂ કરવામાં આવશે અને દસ કિલોમીટરના નિયત ટ્રેકમાં ચાલશે જેમાં ૧૫૦૦થી વધુ બાળકો, યુવાઓ અને સિનિયર સીટીઝન પણ જોડાશે. આ હેલ્થ રનમાં તમે પણ ભાગ લઈ શકો છે જેના માટે આપે ડીકૅથલોનની ઓફિશિયલ વેબસાઈટ અને એપ ડીકૅથલોન પ્લે પરથી થઈ શકશે.

યોજાયેલ પ્રેસ વાર્તામાં ડીકેથલોનના ડિપાર્ટમેન્ટ મેનેજર આયુષમાન સાહુ, જીમ લોન્જના આશિષ શર્મા, મેસિકસટીના બિન્દલ ચોપરા, કે.ડી હોસ્પિટલના હિમાંશુ શર્મા, રેસ ડાયરેકટર વિષ્ણુ કામલિયા અને રેસ એમ્બેસેડર મૌલિક શાહે આગામી દિવસોમાં યોજાનારી ૧૦ કિમી. હેલ્થ રન વિશે માહિતી આપી હતી.

તમારા હૃદયની સારસંભાળ અને તમારા દ્વારા અન્ય લોકો પણ પ્રભાવિત થાય તે માટે આ હેલ્થ રનમાં જોડાવા ડીકૅથલોન દ્વારા અમદાવાદની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.