(અબરાર એહમદ અલવી)
શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન 40 પોલીસ સ્ટેશનમાં 227 બુટલેગર, 19 જુગાર, શરીર સંબંધિત 349, 1060 અન્ય 381 મળીને કુલ્લે 2036 ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને પાસાના 24 અને તડીપારના 16 તેમજ અન્ય અટકાયતી ગેરકાયદેસર ડિમોલેશન 9 અને વીજળી ચોરીના 17 કેસો નોંધાયા છે.
સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા માટે પાસા હેઠળ શસ્ત્ર ઉઠાવીને શહેરભરમાંથી આજ દિન સુધી 221 જેટલા માથેભારે, વ્યાજખોર, ઈમોરલ ટ્રાફિક, જુગાર, બુટલેગરને રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે અને 87 જેટલા ગુનેગારને તડીપાર કરવામાં આવ્યા છે. જે માટે પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચે શહેરના તમામ ગુનેગારોનો લિસ્ટ તૈયાર કરીને તડીપાર અને પાસા હેઠળ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજ્યના વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા વધતા જતા અપરાધને લઈને થયેલા પ્રશ્નોત્તરીના ભાગરૂપે રાજ્ય સરકારે ગુનેગારો પર કડક હાથે પગલાં લેવાનો નિર્દેશ ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને આપ્યા હતા અને રાજ્યના તમામ શહેરી વિસ્તારના પોલીસ કમિશનર તેમજ જિલ્લાના એસપી અને રેન્જના અધિકારી રાજ્યમાં ગુનેગાર પર કડક પગલાં લેવા માટે સો કલાકમાં રાજ્યભરના પોલીસ સ્ટેશનમાંથી લીસ્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના આધારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાની અંગત પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ રાજેશ સુવેરાને શહેરના ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી આપ્યો હતો. જેના આધારે બુટલેગર હિસ્ટ્રીશીટર માથે ભારે ઇમરોલલ ટ્રાફિક અન્ય ગુનેગરોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં આજ દિન સુધી 221 જેટલા ગુનેગારને પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે 87 જેટલા ગુનેગારને સુરત શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા છે.
હાલમાં સુરત શહેરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ 24 જેટલા ને પાછા 16 જેટલા અન્ય અટકાયતી 26 ગેરકાયદેસર મકાનો ગુનેગારોના નવ ડિમોલેશન અને વીજળી ચોરીના 17 કેસ નોંધવામાં આવ્યા હતા. સુરત શહેરમાં 40 પોલીસ સ્ટેશનની સંખ્યામાં 217 બુટલેગરને અટકાયત કરવામાં આવ્યા છે. 19 જુગારી, શરીર સંબંધી ગુનેગાર 349, મિલકત સંબંધિત આરોપી 1060 અન્ય 381 મળીને કુલ 2026 જેટલા ગુનેગારોને છેલ્લા 48 કલાક દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે.